ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

અભિનેતા ટાયગર શ્રોફનો જીવ ખતરામાં? આરોપીએ ફોન કરી કહ્યું હત્યા કરવા ..

મુંબઈ, 22 એપ્રિલ, છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ સેલિબ્રિટીઓને ધમકીભર્યા ફોન અને મેસેજ આવી રહ્યા છે. તેથી પોલીસ પણ સતર્ક બની ગઈ છે. અભિનેતા સલમાન ખાન પછી, વધુ એક પ્રખ્યાત અભિનેતાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળી છે એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી કે તેને ‘એક્ટર ટાઇગર શ્રોફને મારવા માટે 2 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

જેકી શ્રોફના પુત્ર અને અભિનેતા ટાઇગર શ્રોફને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ફોન કરનાર વ્યક્તિની ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું કે ફોન પર આપવામાં આવેલી માહિતી ખોટી હતી.

પોલીસે એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે, કે જેણે ખોટા સમાચાર ફેલાવ્યા હતા કે ટાઇગર શ્રોફને મારવા માટે 2 લાખની સુપારી આપવામાં આવી હતી. આરોપીનું નામ મનીષ કુમાર સુજિન્દર સિંહ છે અને તે મૂળ પંજાબનો રહેવાસી છે. તે 35 વર્ષનો છે. આ ધમકીભર્યા ફોન કોલ બાદ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.

મનીષે સોમવારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી કે ટ્રિગ નામની સુરક્ષા કંપનીના કેટલાક લોકો અભિનેતા ટાઈગર શ્રોફને મારી નાખવાના છે. એટલું જ નહીં, આરોપી મનીષ કુમારે કંટ્રોલ રૂમને જણાવ્યું કે તેણે તેને અભિનેતા ટાઇગરને મારવા માટે હથિયારો અને 2 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો.

આ પણ વાંચો..શું બિગ બોસ અને ખતરોં કે ખિલાડી હવે કલર્સ ટીવી પર જોવા મળશે નહીં?

Back to top button