ગુજરાતધર્મમધ્ય ગુજરાતશતાબ્દી મહોત્સવ

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં બાળકો માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા

સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડનાર પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ નિમિત્તે બાળકો માટે સદવિચાર પ્રેરક બાળનગરીનું કરાયુ નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રમુખસ્વામી મહારાજના 101માં જ્યંતી પર્વની સમગ્ર વિશ્વમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પણ અમદાવાદમાં 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં અનેક આકર્ષણના કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જેમાનું એક છે, બાળનગરી. લાખો બાળકો પર નિઃસ્વાર્થ સ્નેહ વરસાવનાર પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખાસ બાળકો દ્વારા આ બાળનગરીનું આયોજન કરવામાં આવ્યું છે.

બાળનગરી-HUMDEKHENGENEWS

બાળકો દ્વારા કરાશે બાળનગરીનું સંચાલન

ભાવી પેઢીમાં સંસ્કાર સિંચન, રાષ્ટ્રભક્તિ, પ્રકૃતિનું જતન જેવા ગુણોનું સિંચન કરવા ઉદ્દેશ સાથે બાળકો માટે ખાસ BAPS બાળનગરી બનાવવામાં આવી છે. આ નગરીની વિશેષતા એ છે કે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત થશે.

4,500થી વધુ બાળકો જોડાશે

અલગ અલગ માધ્યમોથી થતી પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણા આપશે. 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકોઆ બાળનગરીનું સંચાલન કરશે. હાલ પણ આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે.

બાળકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન

આ બાલનગરીમાં બાળકો માટે નૃત્ય અને સંગીતથી ભરપૂર પ્રેરક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિ રત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ કરવામાં આવી છે. ઉપરાંત બાળનગરીના બે કલા મંચોમાં 150 થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવી બાળકોને મોજ કરાવશે અને તેમની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે. અને બાલનગરીમાં

પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે. ત્યારે આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહે તે માટે પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યોને વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.

આ પણ વાંચો :પ્રમુખસ્વામી મહારાજની આજે 101મી જન્મજયંતિ પર્વની ઉજવણી, હરિભક્તો દ્વારા અનેકવિધ કાર્યક્રમો

Back to top button