ટ્રેન્ડિંગધર્મ

શરદ પૂર્ણિમા 2026: આ 3 રાશિઓ પર રહેશે મા લક્ષ્મીની અસીમ કૃપા

Sharad Purnima 2026 Zodiac Signs :  આ વર્ષે શરદ પૂર્ણિમાનું વ્રત 25 ઓક્ટોબર 2026ના રોજ રાખવામાં આવશે. હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાને મા લક્ષ્મીની કૃપા અને ચંદ્રમાની વિશેષ મહિમા સાથે જોડાયેલી પવિત્ર તિથિ માનવામાં આવે છે. માન્યતા છે કે શરદ પૂર્ણિમાની દિવ્ય રાત્રે જ ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે મહારાસ રચાવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ વખતે શરદ પૂર્ણિમા પર એકસાથે અનેક શુભ અને દુર્લભ યોગ બની રહ્યા છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. આ ઉપરાંત તુલા રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનો ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે, જેનાથી બુધાદિત્ય રાજયોગ, શુક્રાદિત્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગનો મહાસંયોગ સર્જાઈ રહ્યો છે. આ શુભ સંયોગ 3 રાશિઓ માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થશે.

1. વ્રષભ રાશિ (Taurus)

વૃષભ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. આર્થિક મામલાઓમાં મોટા લાભ અને સમૃદ્ધિના સંકેત મળી રહ્યા છે. તમને કોઈ ગુપ્ત સ્ત્રોતોથી અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે. નોકરી અને વ્યાપાર સાથે જોડાયેલા લોકોને શુભ સમાચાર મળશે. તમારી યોજનાઓ પર ભરોસો રાખીને આગળ વધવાની શ્રેષ્ઠ તક મળશે. નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવા માટે આ સમય અનુકૂળ સાબિત થશે. જોકે, કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવું જરૂરી છે.

આ પણ વાંચોઃ TRAI લાવી શકે છે એવી સિસ્ટમ, જેનાથી બદલાશે છેતરપિંડી કરનારની રમત

2. કન્યા રાશિ (Virgo)

કન્યા રાશિના લોકો માટે આ સમયગાળો અનેક રીતે ફાયદાકારક રહેશે. લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળવાની પ્રબળ શક્યતા છે. કમાણીના નવા માર્ગો ખુલશે. પરિવાર અને ઘર સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામો જોવા મળશે. જે લોકો પોતાની આર્થિક સ્થિતિ સુધારવા કે ઘરની જરૂરિયાતો પૂરી કરવાનું આયોજન કરી રહ્યા છે, તેમના માટે આ સમય ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આવકના નવા અવસરો પર ધ્યાન આપવું લાભદાયી રહેશે.

3. મકર રાશિ (Capricorn)

શરદ પૂર્ણિમાનો આ શુભ સંયોગ મકર રાશિના જાતકોના જીવનમાં સકારાત્મકતા લાવશે. કરિયરમાં આગળ વધવાની અને કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળવાની પૂર્ણ શક્યતા છે. પ્રોફેશનલ લાઈફમાં નવી તકો પર ધ્યાન આપવાની તક મળશે. પ્રોપર્ટી કે મિલકત ખરીદવા, ઘરનું રિનોવેશન કરાવવા અથવા પારિવારિક સંબંધો મજબૂત કરવાના દ્રષ્ટિકોણથી આ સમય ઉત્તમ માનવામાં આવે છે. પરિવાર સાથે યોગ્ય તાલમેલ રાખવાથી શ્રેષ્ઠ પરિણામો મળશે.

આ પણ વાંચોઃ જીરુંના બજારમાં તેજીના એંધાણ, ખેડૂતોની આશા ફરી જાગી

DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી humdekhenge.in રહેશે નહીં. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

Back to top button