ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

તહેવારની સિઝનમાં 88 ટકા કંપનીઓ વર્ષના બીજા તબક્કામા વધારશે ભરતીની ગતિ

નવી દિલ્હી, 20 ઓગસ્ટ, 2025: તહેવારની સિઝન નજીક આવતાની સાથે જ કંપનીઓએ ભરતી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જુલાઇથી ડિસેમ્બર સુધીમાં ઇ કોમર્સ અન ટેકનોલોજી ક્ષેત્ર નવા લોકોને સૌથી વધુ નોકરીઓ આપશે. ટીમલીઝના એક રિપોર્ટ અનુસાર 88 ટકા કંપનીઓએ કહ્યુ છે કે તેઓ ચાલુ વર્ષના બીજા તબક્કામાં મોટા પાયે ભરતી કરવા માટે તૈયાર છે. આ સર્વે મે અને જુલાઇમાં વિવિન્ન ક્ષેત્રોમાં કરવામાં આવ્યો હતો. તેમાં 1,065 કંપનીઓ સાથે વાત કરવામાં આવી હતી. ટીમલીઝ એડટેકના કેરિયર આઉટલૂક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફ્રેશર્સ માટે એક મજબૂત નોકરી બજાર છે.

આમાં રિટેલ 87 ટકા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર 82 ટકા ભરતી કરશે. તેમાં સ્ટાર્ટઅપ્સ પ્રથમ સ્થાને છે, જ્યાં યુવાનોની ભારે માંગ છે. ઈ-કોમર્સ અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સમાં મજબૂત ભરતીનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે, જે ફ્રેશર્સ માટે તકોનું સર્જન કરે છે.

ટીમલીઝ એડટેકના સીઈઓએ માહિતી આપી

ટીમલીઝ એડટેકના સીઈઓ શાંતનુ રૂજે જણાવ્યું હતું કે, જેમ જેમ ઉદ્યોગો ટેકનોલોજી સાથે વિકસિત થાય છે, તેમ તેમ ટેકનિકલ કુશળતા અને માનવ કૌશલ્યને જોડતા નવા આવનારાઓ પોતાને વધુ સારી સ્થિતિમાં જોશે. જોકે, આ વર્ષે જાન્યુઆરી-જૂન દરમિયાન ફ્રેશર ભરતીનો ઉદ્દેશ્ય 74 ટકાથી ઘટીને જુલાઈ-ડિસેમ્બર માટે 70 ટકા થઈ ગયો છે. અહેવાલ મુજબ, ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં ફ્રેશર માટે તકો મજબૂત રહી છે. ડિગ્રી ધરાવતા તાલીમાર્થીઓની માંગમાં સતત વધારો જોવા મળ્યો. આમાં, મેન્યુફેક્ચરિંગ 37 ટકા, એન્જિનિયરિંગ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર 29 ટકા અને માહિતી ટેકનોલોજી 18 ટકા સાથે મોખરે હતું.

આ શહેરો તાલીમાર્થીઓ માટે વધુ રોજગારની તકો પૂરી પાડશે

બેંગ્લોર, ચેન્નાઈ અને પુણે અનુક્રમે 37 ટકા, 30 ટકા અને 26 ટકા સાથે તાલીમાર્થીઓને નોકરી પર રાખવાના ઇરાદામાં મોખરે છે. મોટા ઉદ્યોગોની તુલનામાં નાના સંગઠનો પણ નવા કર્મચારીઓને નોકરી પર રાખવામાં મજબૂત રસ દાખવી રહ્યા છે. જોકે, તેમની ભરતી ક્ષમતા મર્યાદિત છે.

AI એજન્ટો એશિયા-પેસિફિક કંપનીઓની આવકમાં 20% વધારો કરશે

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એજન્ટો એશિયા-પેસિફિક કંપનીઓની આવકમાં 20%નો વધારો કરશે. સેલ્સફોર્સના સર્વે મુજબ, 75 ટકા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર્સ (CFOs) માને છે કે આનાથી વ્યવસાયિક માળખામાં મૂળભૂત પરિવર્તન આવશે.
  • સેલ્સફોર્સનો આ તારણો AI વ્યૂહરચનામાં પરિવર્તનને પ્રકાશિત કરે છે, જે સાવધ ખર્ચ કરનારાઓથી વ્યૂહાત્મક રોકાણકારો તરફ આગળ વધી રહ્યો છે. AI એજન્ટો ખર્ચ ઘટાડે છે અને વ્યૂહાત્મક કાર્યો સંભાળીને આવકમાં વધારો કરે છે.
  • 75 ટકા CFOsએ જણાવ્યું હતું કે AI એજન્ટો ખર્ચ ઘટાડીને પણ આવકમાં વધારો કરશે. સર્વેમાં, 63 ટકા લોકોએ પાંચ વર્ષ પહેલાં AI વ્યૂહરચનાને રૂઢિચુસ્ત ગણાવી હતી, જે આજે ઘટીને માત્ર 3 ટકા થઈ ગઈ છે. આ સર્વેમાં વૈશ્વિક સ્તરે 261 CFOનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણવાંચોઃ આખરે ચીને રેર અર્થ મેટલ્સ, ખાતરની આયાતની ભારતને આપી મંજૂરી

Back to top button