સુરતના માંગરોળમાં વીજ DPમાં શોર્ટસર્કિટ 7 પશુના જીવ ગયા!

સુરત 28 જૂન 2025: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. ગામના GIDC વિસ્તારમાં આવેલી વીજ ડિસ્ટ્રિબ્યુશન પોઈન્ટ (ડી.પી.)માં થયેલા શોર્ટસર્કિટને પગલે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ શોર્ટસર્કિટના કારણે વીજ કરંટ ફેલાતાં રસ્તા પર બેઠેલાં 7 પશુઓના ઘટનાસ્થળે જ જીવ ગયા હતા.

જીવ ગુમાવનાર પશુઓમાં બે ગાય, બે વાછરડા અને ત્રણ આખલાનો સમાવેશ થાય છે. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં સમગ્ર ઘટનાની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટનાની જાણ થતા ગામના લોકોએ તાત્કાલિક પોલીસ અને વીજ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.
સ્થાનિક લોકોમાં વીજ વિભાગ સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે GIDC વિસ્તારમાં વીજ વ્યવસ્થા બેદરકાર અને જોખમભરી બની ગઈ છે. તેમણે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે તંત્રને હાકલ કરી છે.
આ પણ વાંચો: શું આ જાણીતા પોડકાસ્ટરે કરી હતી શેફાલી જરીવાલાના મૃત્યુની ભવિષ્યવાણી? વાયરલ થયું નિવેદન












