ગુજરાતના આ શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા
- શહેરની સરખામણીએ જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે
- કોરોના વાયરસના કેસ વધતા લોકોમાં ગભરાટ ફેલાયો
- શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૪ દર્દી કોરોના મુકત થયા છે
ભાવનગર શહેરમાં રવિવારે કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી તેથી લોકોને રાહત થઈ છે, જયારે કોઈ દર્દી કોરોના મુક્ત પણ થયુ નથી. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા દિવસમાં જ કોરોના વાયરસના પર કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કેસ વધતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૪ દર્દી કોરોના મુકત થયા છે
ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, જેના કારણે લોકોની ચિંતા વધી છે અને આરોગ્ય વિભાગની દોડધામ વધી છે, જો કે રવિવારે કોરોના વાયરસનો નવો કેસ નોંધાયો નથી અને કોઈ દર્દી કોરોના મુક્ત નથી થયો. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા રપ દિવસમાં કોરોનાના કુલ પર કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના પ૧ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૪ દર્દી કોરોના મુકત થયા છે, જયારે કોરોનાના ૧૭ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છે તેમ ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.
શહેરની સરખામણીએ જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે
શહેરની સરખામણીએ જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે તેથી ગામડાઓમાં રાહત છે, જયારે શહેરીજનોમાં ફફડાટ વધ્યો છે. શરદી, ઉઘરસ, તાવ વગેરે લક્ષણો કોરોના વાયરસના છે અને આવા કેસ હાલ વધી રહ્યા છે. કોરોના વાયરસના લક્ષણ હોય તેવા દર્દીઓએ સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે રિપોર્ટ કરાવવા જોઈએ તેમજ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.
આ પણ વાંચો: દ.ગુજરાતમાં ચોમાસાનું વિધિવત્ આગમન, જાણો કયા કેટલો પડ્યો વરસાદ












