ગુજરાતટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

શિકાગોમાં 36 વર્ષીય ગુજરાતી યુવતી ગુમ, છેલ્લા એક અઠવાડિયાથી કોઈ પત્તો નહીં મળતા પરિવાર ચિંતિત; પોલીસને કરી મદદની અપીલ

અમેરિકા: 25 ઓક્ટોબર, 2025:  અમેરિકાની ધરતી પર ભારતીયોની અસુરક્ષાની લાગણી વધી રહી છે, તેવામાં શિકાગોમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં રહેતી 36 વર્ષીય ગુજરાતી યુવતી લિઝા શાહ છેલ્લા એક અઠવાડિયાથી ગુમ છે. શિકાગો પોલીસ અને પરિવાર આ મહિલાને શોધવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

17 ઓક્ટોબરથી ગુમ

શિકાગોમાં રહેતી લિઝા શાહ છેલ્લે 17 ઓક્ટોબર, 2025ના દિવસે જોવા મળી હતી. શિકાગો પોલીસ વિભાગે લિઝા શાહને શોધવા માટે જાહેર જનતાની મદદ માંગી છે.

પોલીસે 36 વર્ષીય લિઝા શાહ માટે ગુમ વ્યક્તિની ચેતવણી (Missing Person Alert) જારી કરી છે. ચેતવણી મુજબ, તે છેલ્લે એસ. કેડઝીના 0-100 બ્લોકની નજીક જોવા મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે પૂર્વ ગારફિલ્ડ પાર્કમાં વેસ્ટ મેડિસન સ્ટ્રીટ અને સાઉથ કેડઝી એવન્યુના આંતરછેદ પાસે પણ જોવા મળી હતી.

શારીરિક વિગતો

ગુમ થયેલી લિઝા શાહની ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ, વજન 150 પાઉન્ડ છે અને તેની આંખો ભૂરી અને વાળ કાળા છે. 21 ઓક્ટોબરના રોજ પ્રસારિત કરાયેલા આ એલર્ટમાં તેણીના છેલ્લા જાણીતા પોશાકની વિગતો આપવામાં આવી છે.

પરિવારજનોની ચિંતા

દિવસો વીતી ગયા છતાં લિઝા શાહનો કોઈ પત્તો ન લાગતાં તેનો પરિવાર ભારે ચિંતામાં છે. પરિવારજનોએ લિઝા શાહના મિસિંગના પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરીને મદદ માંગી છે.

લિઝા શાહના પિતરાઈ જિગર ઝાએ સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતાં લખ્યું કે, “કૃપા કરીને મદદ કરો. મારી પિતરાઈ બહેન લિઝા શાહ ગુમ છે. અમે તેમની સલામતી માટે ખૂબ જ ચિંતિત છીએ. જો તમે તેમને જોયા હોય અથવા તેમના ઠેકાણા વિશે કંઈપણ જાણતા હોવ, તો કૃપા કરીને તાત્કાલિક મારો સંપર્ક કરો. કોઈપણ મદદ કે માહિતી આપનારના અમે આભારી રહીશું. કૃપા કરીને આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો.”

પોલીસની જાહેર જનતાને અપીલ

શિકાગો પોલીસ જાહેર જનતાને વિનંતી કરી રહી છે કે, જો કોઈ વ્યક્તિ લિઝા શાહને શોધવામાં મદદ કરી શકે તેવી માહિતી ધરાવતી હોય, તો તેણે તાત્કાલિક એરિયા ફોર સ્પેશિયલ વિક્ટિમ્સ યુનિટનો સંપર્ક કરવો અથવા 911 પર કૉલ કરવો.

આ પણ વાંચો :આ સ્ટાર તેની પુત્રી સાથે મહિલા વર્લ્ડ કપમાં પહોંચ્યો, ટીમના સમર્થનમાં ટી-શર્ટ પહેરી

આ પણ વાંચો :મુકેશ અંબાણીએ ફેસબુક સાથે કરાર કર્યો, AI ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશે

 

 

Back to top button