Success Storyટ્રાવેલટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

પત્ની સાથે 120 હનીમૂન ટ્રિપ, 2.4 કરોડ માઈલનો હવાઈ પ્રવાસ, એરલાઈને આપ્યું અસાધારણ બહુમાનઃ કોણ છે આ વ્યક્તિ?

ન્યૂયોર્ક, 19 ઓગસ્ટ, 2025ઃ Tom Stuker ઘણા લોકો ટ્રેનથી ખૂબ જ વધારે મુસાફરી કરે છે. કેટલાક લોકો કારથી, કેટલાક બાઇક, બસ કે અન્ય વાહનોથી મુસાફરી કરે છે. પરંતુ એક એવી વ્યક્તિ પણ છે જેણે અત્યાર સુધી 2.4 કરોડ માઇલની હવાઇ મુસાફરી કરી છે. આ અંતર એટલું વધારે છે કે તેને સમજવા માટે કંઈક વિશિષ્ટ તુલના કરવી પડે. આ પૃથ્વીથી ચંદ્ર સુધી 50 વખત આવવા-જવાની બરાબર છે. એરલાઇનવાળા પણ આ વ્યક્તિને સારી રીતે ઓળખે છે. તેમનું નામ છે ટોમ સ્ટુકર. ઉંમર 71 વર્ષ. હજુ પણ આ વ્યક્તિ સતત હવાઇ મુસાફરી કરે છે, અને એ પણ કોઈ ખાસ હેતુ વગર કેમ કે એ માટેનો વિશેષાધિકાર તેણે વર્ષો પહેલાં મેળવી લીધો હતો. ટોમની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, કારણ કે એક સમયે તેઓ હવાઇ મુસાફરીથી એટલા જ ડરતા હતા. કામગીરીના ભાગરૂપે પણ ફ્લાઈટમાં બેસવાનું થાય તો જાણે તેના મોતિયા મરી જતા. અને આજે એ જ વ્યક્તિ વિમાન મુસાફરીનો એક વિશિષ્ટ રેકોર્ડ ધરાવે છે.

વિક્રમી વિમાન મુસાફરી
વિક્રમી વિમાન મુસાફરી

ટોમ સ્ટુકરનો જન્મ ન્યૂ જર્સીના નાનકડા શહેર નટલીમાં થયો હતો. તેઓ કાર ડીલરશિપ કન્સલ્ટન્ટ અને સેલ્સ ટ્રેનર હતા અને તેમના કામ માટે તેમને વારંવાર ઓસ્ટ્રેલિયા જવું પડતું હતું. તેઓ હવાઇ મુસાફરી દ્વારા જ ત્યાં આવ-જા કરી શકતા હતા. શરૂઆતમાં તેઓ ઉડ્ડયનથી ડરતા હતા. આ ડરથી બહાર આવવા માટે તેમણે પ્રાર્થના કરતા અને રમ (બેકાર્ડી) પીને નશામાં ધૂત થઈ જતા જેથી ડરની સ્થિતિ ન રહે.

તેમની સાથે જોડાયેલો આ કિસ્સો ખૂબ ચર્ચિત છે- એક વખત લોસ એન્જેલસથી સેન ડિએગોની ટૂંકી ફ્લાઇટમાં ટેકનિકલ વિલંબના કારણે તેમની બેચેની એટલી વધી ગઈ કે તેમણે એક પછી એક ઘણાં ડ્રિંક લઈ લીધાં. લેન્ડિંગ બાદ તેઓ એટલા નશામાં હતા કે 20 મિનિટ સુધી સીટ પર બેસી રહ્યા અને બાકીના મુસાફરો તેમને “આ એ જ વ્યક્તિ છે” કહીને ઓળખવા લાગ્યા. પરંતુ વારંવાર ઉડ્ડયન કરતાં-કરતાં આ ડર ધીમે-ધીમે તેમના મનમાંથી નીકળી ગયો.

દેશના મોટા ઉદ્યોગપતિએ બિહારના આ ગામને દત્તક લીધું, કહ્યું- આજે ફોટો લો, એક વર્ષ પછી ઓળખી નહિ શકો

લાઈફટાઈમ પાસ ખરીદી લીધો અને પછી તો…

વર્ષ 1990માં યુનાઇટેડ એરલાઇન્સે એક એવી ઑફર બહાર પાડી જે અવિશ્વસનીય લાગતી હતી. આ હતી લાઇફટાઇમ અનલિમિટેડ ફર્સ્ટ-ક્લાસ પાસની યોજના. અને તેની કિંમત હતી 2,90,000 ડૉલર. આ પાસથી કોઈ વ્યક્તિ જીવનભર વિશ્વમાં ગમે ત્યાં જઈ શકે તેવી તેમાં ઑફર કરવામાં આવી હતી. ગમે ત્યાં, ગમે ત્યારે, એ પણ ફર્સ્ટ-ક્લાસમાં! આવી ઓફર પહેલાં કદી આવી નહોતી અને ત્યારપછી પણ આવી નથી.

ઑફર આવી ત્યારે જોકે અન્ય લોકોએ તેમાં રસ દાખવ્યો નહીં પરંતુ ટોમ સ્ટુકરે તેને ઝડપી લીધી. આ નિર્ણય તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. 2009માં ટોમે એ મુકામ હાંસલ કર્યો જે આજે પણ ઘણા ટ્રાવેલર્સ માટે સપનું છે. તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા જેમણે યુનાઇટેડ એરલાઇન્સ સાથે એક કરોડ માઇલનું ઉડ્ડયન પૂર્ણ કર્યું હતું. આ સિદ્ધિ કોઈ પણ એરલાઇન માટે મોટી વાત હતી કે તેની સાથે કોઈ વ્યક્તિ આટલી વખત ઉડ્ડયન કરે. યુનાઇટેડ એરલાઇન્સે આ પ્રસંગને ખાસ અંદાજમાં ઉજવ્યો.

Cambridge Dictionaryમાં પણ Gen Zનો દબદબો, skibidi સહિતના અનોખા શબ્દો જોવા મળ્યા

ટોમ 2018 સુધીમાં તેઓ બે કરોડ માઇલ ઉડ્ડયન કરી ચૂક્યા હતા. ત્રણ મહિના પહેલાં અર્થાત મે, 2024માં એક ઉડ્ડયન દરમિયાન તેમણે 2.4 કરોડ માઇલનો નવો રેકોર્ડ બનાવ્યો. આટલાં વર્ષોમાં ટોમ સ્ટુકરે 12,000થી વધુ ઉડ્ડયનો કરી, 100થી વધુ દેશોની મુલાકાત લીધી અને એકલા ઓસ્ટ્રેલિયાની મુસાફરી 300 વખતથી વધુ કરી.

માત્ર મુસાફર નહીં, એરલાઇનના બ્રાન્ડ એમ્બેસેડર

યુનાઇટેડ એરલાઇન્સે ટોમ સ્ટુકરને માત્ર એક મુસાફર માનવાને બદલે વિશેષ સન્માન આપ્યું છે. એરલાઇને ટોમ પર એટલો ગર્વ છે કે કંપનીએ તેમના બે વિમાનોનું નામ પણ તેમના નામ પર રાખ્યું છે. (જુઓ તસવીરમાં લાલ સર્કલ) દેખીતી રીતે આ કોઈ નાનું સન્માન નથી. એટલું જ નહીં જ્યારે પણ ટોમ કોઈ ખાસ આંકડાને આંબે ત્યારે એરલાઇન તેમના માટે આકાશમાં જ પાર્ટીનું આયોજન કરે છે. ફર્સ્ટ-ક્લાસ કેબિનને સજાવવામાં આવે છે, કેક કાપવામાં આવે અને ક્રૂ મેમ્બર્સ તેમની સાથે ફોટા ખેંચાવે છે. એરપોર્ટ લાઉન્જમાં તેમનું સ્વાગત ખાસ વીઆઇપી અંદાજમાં થાય છે.

ટોમ સ્ટુકરની પસંદગીની સીટ 1B છે. ફર્સ્ટ-ક્લાસની ફ્રન્ટ-રો આઇલ સીટ. આ સીટ તેમના માટે લગભગ રિઝર્વ રહે છે. તેઓ મજાકમાં આને પોતાનું બીજું ઘર કહે છે, કારણ કે વર્ષમાં સેંકડો વખત તેઓ અહીં બેસીને ઉડ્ડયન કરે છે.

મુસાફરી દરમિયાન જ ભાવિ પત્ની સાથે મુલાકાત અને…

મુસાફરી દરમિયાન જ તેમની મુલાકાત તેમની પત્ની સાથે હવાઈમાં થઈ. ત્યાં સુધી ટોમ 50 લાખ માઇલની મુસાફરીનો આંકડો પાર કરી ચૂક્યા હતા. લગ્ન બાદ અત્યાર સુધી તેઓ પોતાની પત્ની સાથે 120થી વધુ હનીમૂન ટ્રિપ્સ કરી ચૂક્યા છે. કહેવાય છે કે, 2009ની હોલીવુડ ફિલ્મ અપ ઇન ધ એર (Up in the Air) ટોમ સ્ટુકરના જીવન પર જ આધારિત હતી. ફિલ્મમાં જ્યોર્જ ક્લૂનીએ ટોમનું પાત્ર ભજવ્યું હતું.

Asia Cup team India LIVE: ટી-20 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત

Back to top button