ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

Asia Cup team India LIVE: ટી-20 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત

મુંબઈ, 19 ઓગસ્ટ, 2025ઃ Asia Cup આગામી ટી-20 એશિયા કપ માટે ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી છે. જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમના અન્ય સભ્યોમાં અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટ કીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેનસન (વિકેટ કીપર), હર્ષિત રાણા તથા રિન્કુ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આમ તો Indian team announced for T20 Asia Cup આ જાહેરાત આજે મંગળવારે સવારે કરવાની હતી પરંતુ મુંબઈમાં ભારે વરસાદને કારણે સિલેક્ટર અને અધિકારીઓ સમયસર પહોંચી શક્યા નહોતા.

બીસીસીઆઈ પસંદગી સમિતિ
બીસીસીઆઈ પસંદગી સમિતિ

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમની પહેલી મેચ 10મી સપ્ટેમ્બરે યુએઈ-UAE સામે છે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમ ભાગ લઈ રહી છે. ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત, હોંગકોંગ, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવ બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે (23 જુલાઈ) ઢાકામાં યોજાનારી ACC જનરલ એસેમ્બલીની બેઠકમાંથી ખસી જવાની ધમકી આપી હતી, જેની અધ્યક્ષતા ACC પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના વડા નકવીએ કરી હતી.

એશિયા કપ 2025નો પ્રારંભ 9મી સપ્ટેમ્બરે થશે. ટી-20 ફોર્મેટમાં આ ટુર્નામેન્ટ ત્રીજી વખત રમાઈ રહી છે. અગાઉ 2016 તથા 2022માં ટી-20 ફોર્મેટમાં એશિયા કપનું આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે મુકાબલો થવાનો છે. જોકે, ભારતમાં અનેક લોકો પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો વિરોધ કરી રહ્યા છે. તેમની દલીલ છે કે, પાકિસ્તાને ભારત વિરોધી ગતિવિધી બંધ કરી નથી અને તેનું છેલ્લું ઉદાહરણ પહલગામ આતંકવાદી હુમલો છે. ભારતે એ જેહાદી આતંકી હુમલા સામે ઓપરેશન સિંદૂર કર્યું હતું, આમ છતાં બીસીસીઆઈ દ્વારા પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની જાહેરાત કરવી એ યોગ્ય નથી તેમ આ વિરોધીઓ કહી રહ્યા છે.

આ ટુર્નામેન્ટમાં બે ગ્રુપ પાડવામાં આવ્યા છે.
ગ્રુપ એમાં- ભારત, પાકિસ્તાન, યુએઈ તથા ઓમાન
ગ્રુપ બીમાં- શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન તથા હોંગકોંગનો સમાવેશ થાય છે.

એશિયા કપ 2025નું સંપૂર્ણ શિડ્યુલ આ પ્રમાણે છેઃ 

9 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન વિ. હોંગકોંગ
10 સપ્ટેમ્બર: ભારત વિ. યુએઈ
11 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિ. હોંગકોંગ
12 સપ્ટેમ્બર: પાકિસ્તાન વિ. ઓમાન
13 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિ. શ્રીલંકા
14 સપ્ટેમ્બર: ભારત વિ. પાકિસ્તાન
15 સપ્ટેમ્બર: શ્રીલંકા વિ. હોંગકોંગ
15 સપ્ટેમ્બર: યુએઈ વિ. ઓમાન
16 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિ. અફઘાનિસ્તાન
17 સપ્ટેમ્બર: પાકિસ્તાન વિ. યુએઈ
18 સપ્ટેમ્બર: શ્રીલંકા વિ. અફઘાનિસ્તાન
19 સપ્ટેમ્બર: ભારત વિ. ઓમાન

સુપર ફોરનું શેડ્યૂલ
20 સપ્ટેમ્બર: બી1 વિ. બી2
21 સપ્ટેમ્બર: એ1 વિ. એ2 (સંભવિત ભારત વિ. પાકિસ્તાન)
23 સપ્ટેમ્બર: એ2 વિ. બી1
24 સપ્ટેમ્બર: એ1 વિ. બી2
25 સપ્ટેમ્બર: એ2 વિ. બી2
26 સપ્ટેમ્બર: એ1 વિ. બી1

28 સપ્ટેમ્બર: ફાઇનલ

સૈનિક સાથે મારામારી કરવી ભારે પડી, ટોલનું લાયસન્સ રદ; 20 લાખ દંડ ફટકાર્યો

Back to top button