1 મે 2026 : ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ, જાણો વિભાજનની આ રોચક વાતો
Gujarat and Maharashtra Foundation day : દર વર્ષે પહેલી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે. 1 મે 1960ના રોજ આ બંન્ને રાજ્ય અલગ અલગ અસ્તિત્વમાં આવ્યા હતા.
અગાઉ બંને રાજ્યો મુંબઈનો ભાગ હતા
આ પહેલા બંને બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતા. રાજ્યના વિભાજનનું મુખ્ય કારણ ભાષા અને સાંસ્કૃતિક ઓળખ હતું. મહારાષ્ટ્રમાં મરાઠી અને ગૂજરાતમાં ગુજરાતી. મહારાષ્ટ્ર અને ગૂજરાતનો સ્થાપના દિવસ માત્ર રાજ્યોની રાજકીય સ્વતંત્રતા અને પ્રશાસનિય ઓળખનું પ્રતિક જ નહીં પરંતુ તે તેમનું સાંસ્કૃતિક ગૌરવ, ભાષા અને લોક પરંપરાને પણ ઉજાગર કરે છે.
1. બોમ્બે પૂનર્ગઠન અધિનિયમ 1960 : સંસદ દ્વારા પાસ કરવામાં આવેલ આ અધિનિયમ હેઠળ 1 મે 1960ના રોજ પૂર્વવર્તી બોમ્બે રાજ્યને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.

2. ભાષાઓ આધારિત વિભાજન : આ વિભાજન ભાષાઓ આધારિત થયું હતું. મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર અને ગુજરાતી બોલતા લોકો માટે ગૂજરાત રાજ્ય બનાવવામાં આવ્યું.
3. સંયૂક્ત મહારાષ્ટ્ર આંદોલન : મહારાષ્ટ્ર રાજ્યની માંગ માટે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા એક મોટું આંદોલન ચલાવવામાં આવ્યું. આ સંઘર્ષમાં 106 લોકોએ પોતાના પ્રાણની આહૂતિ આપી હતી, જેમને આજે પણ શહિદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
4. મહાગુજરાત આંદોલન : આ રીતે ગુજરાતી ભાષી લોકોએ ઈંદૂલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં અલગ રાજ્યની માંગ માટે મહાગુજરાત આંદોલન ચલાવ્યું હતું.

5. મુંબઈ પર વિવાદ : વિભાજન સમયે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે મુંબઈ (તત્કાલિન બોમ્બે) ક્યા રાજ્યનો ભાગ હશે. અંતમાં મુંબઈને મહારાષ્ટ્રની રાજધાની બનાવવામાં આવી.
6. અમદાવાદથી ગાંધીનગર : ગુજરાતની સ્થાપના સમયે તેની પહેલી રાજધાની અમદાવાદ હતી. ત્યારબાદ 1970માં રાજધાનીને ગાંધીનગર સ્થાનાંતરિત કરવામાં આવી.
7. નહેરુ અને ચૌહાણની ભૂમિકા : મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રીના રુપમાં યશવંત ચૌહાણે શપથ લીધા હતા. પંડિત જવાહરલાલ નેહરુએ રાજભવન મુંબઈના નવા રાજ્યના નકશાનું અનાવરણ કર્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
8. શિવાજી પાર્કમાં પરેડ : દર વર્ષે 1 મેના મુંબઈના શિવાજી પાર્કમાં ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવતું. જેમાં રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ સામેલ થાય છે.
9. સાર્વજનિક રજા : આ દિવસે બંન્ને રાજ્યમાં સાર્વજનિક રજા હોય છે. તમામ સ્કૂલ, કોલેજ અને સરકારી ઓફિસ બંધ રહે છે. શેર માર્કેટ (BSE અને NSE)માં આ દિવસે વ્યાપાર બંધ રહે છે.
10. શ્રમિક દિવસનો સંયોગ : 1 મેના માત્ર આ રાજ્યોનો સ્થાપના દિવસ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આજના દિવસે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને રાજ્ય સરકાર, સ્કૂલ અને કોલેજમાં વિશેષ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધ્વજારોહણ પણ કરવામાં આવે છે.












