ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુપીમાં 1 લાખના ઈનામી કુખ્યાત ગુનેગારનું એન્કાઉન્ટર; AK-47 અને પિસ્તોલ કબ્જે કરાયા

Text To Speech
  • મૃતક સુમિત સિંહ ઉર્ફે મોનુ ચવન્ની મઊ જિલ્લાના સરાયલખંસીના નરઈ એમિલિયાનો રહેવાસી હતો

જૌનપુર, 02 જુલાઇ: યુપીના જૌનપુરમાં બદલાપુરની શાહપુર ગૌશાળા પાસે આજે મંગળવારે સવારે થયેલા એન્કાઉન્ટર દરમિયાન એક બદમાશને માથામાં ગોળી વાગતા માર્યો ગયો છે. જ્યારે તેના સાગરિતો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. મૃતક ગુનેગારની ઓળખ કુખ્યાત 35 વર્ષીય ગુનેગાર સુમિત કુમાર સિંહ ઉર્ફે મોનુ ચવન્ની તરીકે થઈ છે, જે મઊ જિલ્લાના સરાયલખંસીના નરઈ એમિલિયાનો રહેવાસી છે. તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસને સ્થળ પરથી AK-47 રાઈફલ, 9 MM પિસ્તોલના શેલ અને કારતુસ મળી આવ્યા છે. ઓળખ બાદ, પોલીસ કુખ્યાત સુમિત કુમાર સિંહ ઉર્ફે મોનુ ચવન્નીનો ગુનાહિત ઈતિહાસ એકત્રિત કરી રહી છે.

 

STF, બદલાપુર પોલીસ સ્ટેશન અને SWATનું સંયુક્ત ઓપરેશન 

મળેલી કડીઓના આધારે, STF, બદલાપુર પોલીસ સ્ટેશન અને SWATની સંયુક્ત ટીમે વારાણસી લખનઉ નેશનલ હાઈવે પર બદલાપુરના સરોખનપુરમાં શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની તપાસ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન પુરપાટ ઝડપે આવતી બોલેરોને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો, પરંતુ કારમાં સવાર બદમાશો એ પોલીસ ટીમ પર ગોળીબાર કરતા શાહગંજ રોડ પર ભાગવા લાગ્યા. પોલીસ ટીમે તેમનો પીછો કર્યો.

બદમાશના માથામાં ગોળી વાગી 

બદમાશોએ લગભગ ચાર કિલોમીટર દૂર શાહપુરમાં પીળી નદીન પુલ પરથી બોલેરોને દુગૌલી ખુર્દ તરફ વાળી લીધી. શાહપુરમાં જ ગૌશાળા પાસે બોલેરો કાદવમાં ફસાઈ ગઈ. આ દરમિયાન ચારેબાજુથી ઘેરાઈ ગયા હોવાથી બદમાશો બોલેરોમાંથી નીચે ઉતર્યા અને પોલીસ ટીમ પર ગોળીબાર કરતા ભાગવા લાગ્યા. જવાબી ગોળીબારમાં એક બદમાશને માથામાં ગોળી વાગી. જ્યારે તેના સાથીઓ ભાગવામાં સફળ રહ્યા. પોલીસને સ્થળ પરથી AK-47 રાઈફલ, 9 MM પિસ્તોલ, શેલ અને કારતુસ મળી આવ્યા છે.

આ પણ જુઓ: સુનીલ શેટ્ટી સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો: 128 નેપાળી મહિલાઓને સેક્સ ટ્રાફિકિંગથી બચાવી, જાણો

Back to top button