ટ્રેન્ડિંગબિઝનેસ

Zohoના માલિકે વર્ક ફ્રોમ હોમ આપવા કરી મનાઈ ! કારણ જાણી તમે પણ ચોંકી જશો

Zoho : તાજેતરના ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને ઇંધણ બચાવવા, વર્ચ્યુઅલ મીટિંગ્સ, કારપૂલીંગ કરવા અને ઘરેથી કામ કરવાની (WFH) અપીલ કરી હતી. ત્યારે શ્રીધર વેમ્બુની વ્યાપક ચર્ચા થઈ હતી. હવે પ્રખ્યાત IT કંપની ઝોહોના સહ-સ્થાપક શ્રીધર વેમ્બુએ ઘરેથી કામ કરવાની (WFH) બાબતના પોતાના તાજેતરના વલણને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ઓફિસમાંથી કામની નીતિ અપનાવી

 

ગત સપ્તાહે પીએમ મોદી દ્વારા નાગરિકોને બચત અને સરળતા માટે રાષ્ટ્રીય સ્તરની અપીલ બાદ વેમ્બુએ ઘરેથી કામ કરવાની નીતિ પર એક નવી ચર્ચા શરૂ કરી હતી. વેમ્બુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેમની કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ઓફિસમાંથી કામ કરવાની નીતિ સંપૂર્ણપણે અપનાવી છે.

 

જો કે, તેઓ રાષ્ટ્રીય હિતમાં ઘરેથી કામ કરવાની (WFH) ફરી વિચારણા કરવા માટે તૈયાર છે. પરંતુ કંપનીમાં મોટા પાયે વ્યાપક આંતરિક વિચાર-વિમર્શ અને પ્રતિસાદ બાદ તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ઘરેથી કામ કરવાની ઝોહોમાં વાપસી નહીં થાય.

આ પણ વાંચો : SRT10 એકેડેમીમાં સચિન તેંડુલકરનું આગમન, યુવા ક્રિકેટર્સ માટે યાદગાર ક્ષણ

Back to top button