ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં યુવકે સ્કૂલ બસ આગળ પડતું મૂકી કર્યો આપઘાત, જુઓ કંપારી છોડાવી દેનારી ઘટનાના લાઇવ CCTV ફૂટેજ

Text To Speech

સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં અજાણ્યા યુવકે સ્કૂલ બસ નીચે પડતું મૂકી આપઘાત કરી દેતા ચકચાર મચી જવા પામી છે, હાલ આ કંપારી છૂટાવે તેવી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં રસ્તે ચાલતો યુવક અચાનક જ સામેથી આવતી બસ નીચે પડતુ મુકી દે છે. જે બસ તેની ઉપર થઈને પસાર થઈ જાય છે. જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજે છે.

યુવકે અચાનક સ્કૂલબસની નીચે પડતું મૂકી દીધું

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ સુરતના વરાછા સ્થિત ઇશ્વરકૃપા સોસાયટી નજીક ગઈ કાલે બપોરના સુમારે એક અજાણ્યો યુવક પગપાળા જઇ રહ્યો હતો. ઝેબ્રા ક્રોસિંગ તરફથી આવેલ યુવકે અચાનક સામેથી આવી રહેલી સ્કૂલબસની નીચે પડતું મૂકી દીધું હતું. યુવકે અચાનક પડતું મૂકતા બસ ચાલક કંઈ સમજી શકે તે પહેલા જ બસ તેની પરથી ફરી વળી હતી.આ ઘટનાને પગલે આસપાસના લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું.બસના વ્હીલ નીચે કચડાતા ગંભીર ઇજા પામેલા યુવકને લોકોએ 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં રવાના કર્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

જાણો પોલીસે શું કહ્યું

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મૃતક યુવકની ઓળખ થઈ નથી. અને તેની ઓળખ થઈ શકે તેવી કોઈ વસ્તુ મળી ન આવી હતી. પોલીસે હાલ યુવકની ઓળખ કરવા સાથે પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.

આપઘાતનો હચમચાવતો વીડિયો આવ્યો સામે

અજાણ્યા યુવકે આ રીતે સ્કૂલબસ નીચે પડતું મૂકી આપઘાત કરી લીધાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે જેને જોનારા સૌ કોઈ હચમચી ઉઠ્યા હતા.

આ પણ વાંચો : વિશ્વ યોગ દિવસ-2023 : જાણો સરસ્વતીના સાધક મૌલિક બારોટની યોગ ઉપાસક બનવા સુધીની તંદુરસ્તી યાત્રા વિશે

Back to top button