ગુજરાતટ્રેન્ડિંગ

જામનગરમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા

  • સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
  • નજીવી બાબતને લઈ પાડોશીએ જ પાડોશીની હત્યા કરી
  • પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે આવી ગયો

જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતને લઈને પાડોશીએ જ પાડોશીની હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ગુસ્સે ભરાયેલા પાડોશીએ આવેશમાં આવીને યુવક પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું

અંધાશ્રમ આવાસ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મુકેશ કાપરી નામના યુવકને ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે તેના પાડોશી સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સે ભરાયેલા પાડોશીએ આવેશમાં આવી જઈને મુકેશ કાપરી પર છરી વડે હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. છરીના ઘા વાગવાથી મુકેશ કાપરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે આવી ગયો

આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે આવી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરીને ઘટનાની વિગતો મેળવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે પવન સાથે માવઠું, 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી

Back to top button