ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ભારે પવન સાથે માવઠું, 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી

  • દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે
  • સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ માવઠું પડવાની શક્યતા
  • દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ભારે વરસાદનું અનુમાન

તહેવારોની વચ્ચે જ ગુજરાતમાં હવામાન પલટાયું છે અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે. એવામાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો, જ્યાં ધોધમાર વરસાદ સાથે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ માવઠું પડવાની શક્યતા

દક્ષિણ ગુજરાત, સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ માવઠું પડવાની શક્યતા છે.

દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ભારે વરસાદનું અનુમાન

હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 24 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. લક્ષદ્વીપ, દરિયાકાંઠાના અને આંતરિક કર્ણાટક, કેરળ, માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને તેલંગાણામાં પણ આ સમયગાળા દરમિયાન વરસાદ પડશે. 23 થી 24 ઓક્ટોબર સુધી કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વૈભવી ક્વાર્ટરનું લોકાર્પણ, 220 કરોડના ખર્ચે બન્યા 216 આવાસ

Back to top button