ગુજરાતટોપ ન્યૂઝ

વાહનોની ધૂમ ખરીદી, ગાંધીનગર કોર્પોરેશનના વેરાની આવક જાણી રહેશો દંગ

મોંઘવારીની બૂમો વચ્ચે વાહનોની ધૂમ ખરીદી કોર્પોરેશનને રૂ. 10.26 કરોડનો વેરો મળ્યો છે. જેમાં વાહનવેરાની આવકમાં સૌથી વધુ હિસ્સો ફોર વ્હીલરનો રહ્યો છે. 8 કરોડના લક્ષ્યાંક સામે વાહનવેરાની વસુલાતમાં 128 ટકા સિધ્ધિ હાંસલ થઈ છે. મોંઘવારીની બુમો વચ્ચે લોકોમાં વાહન ખરીદીનું પ્રમાણ પણ વધ્યું હોવાનું ગાંધીનગર કોર્પોરેશનને વાહનવેરાની થયેલી આવક ઉપરથી જણાય રહ્યું છે. અત્યારસુધીમાં કોર્પોરેશનને વાહનવેરાની 8 કરોડના લક્ષ્યાંક સામે 10.26 કરોડની વસુલાત થઈ છે. એટલેકે 128 ટકા સિધ્ધિ અત્યારસુધીમાં હાંસલ કરી છે. તેમાં પણ સૌથી વધુ ફોર વ્હીલરનો ટેક્ષ 8.71 કરોડ ઉપરાંત આવ્યો છે. જે બતાવે છે કે, લોકો ગાડીઓની ખરીદી ખૂબ કરી રહ્યા છે.

આ પણ વાંચો: બરવાળા: લો બોલો નગરપાલિકા દ્વારા PGVCL કચેરીને સીલ કરાઈ

લોકોમાં વાહનોના રજીસ્ટ્રેશનમાં જીજે-18નો ક્રેઝ

લોકોમાં વાહનોના રજીસ્ટ્રેશનમાં જીજે-18નો ક્રેઝ શરૂથી જોવા મળે છે. તેમાં હવે એ ક્રેઝ વધતો જાય છે. જોકે તેનાથી કોર્પોરેશનને પણ વાહનવેરાની આવક મળવી શરૂ થઈ છે. અને એ આવક કરોડોની છે. ગત વર્ષે 11381 વાહનોની નોંધણી સામે આ વખતે અત્યારસુધીમાં 13462 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. એટલેકે ગત વર્ષની સરખામણીએ હાલના તબક્કે વાહનોના રજીસ્ટ્રેશનમાં 18 ટકાનો વધારો જોવા મળે છે. જેના કારણે ગત વર્ષની સરખામણીએ અત્યારસુધીમાં વાહનવેરાની વસુલાતમાં પણ 21 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો:  પોસ્ટઓફિસમાં આધારકાર્ડનો મોબાઈલ નંબર અપડેટ અને લિંક કરી શકાશે

વર્ષ 2023-24માં ટુ વ્હીલરની ખરીદીમાં પણ વધારો થયો

એક સમય હતો ત્યારે ટુ વ્હીલર ફરજિયાત હતું. કોઈપણ પરિવાર પાસે ટુ વ્હીલર તો હોય જ. પરંતુ હવે સમય જતાં ગાડી ફરજિયાત બનતી જાય છે. પરિવાર પાસે એકાદ ગાડી હોવી એ જરૂરિયાત બની છે. તો અતિ સુખી સંપન્ન પરિવારો છે ત્યાં વ્યક્તિદીઠ ગાડીઓ જોવા મળે છે. કોર્પોરેશનની તિજોરીમાં પણ ગાડીનો ટેક્ષ સૌથી વધુ આવ્યો છે. વર્ષ 2021-22માં 5494 ફોર વ્હીલર નોંધાયા હતા, અને 7.17 કરોડ વાહનવેરો વસુલાયો હતો. તેની સરખામણીએ ચાલુ વર્ષે 2023-24માં અત્યારસુધીમાં 5107 જેટલી નવી ગાડીઓ નોંધાઈ છે. જેને લઈ તિજોરીમાં ધીંગી 8.71કરોડની વેરાની રકમ જમા થઈ શકી છે. તેવી જ રીતે ટુ વ્હીલરની ખરીદીમાં પણ ગત વર્ષની સરખામણીએ ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચો:  નડિયાદ: OLX પર ઓનલાઇન નોકરીની લાલચ યુવાનને ભારે પડી 

99.72 લાખનો વેરો અત્યારસુધીમાં વસુલાઈ ચૂક્યો

જેમ કે, ગત વર્ષે 2022-23માં 5592 ટુ વ્હીલરનું રજીસ્ટ્રેશન થતાં 79.25 લાખ વેરા વસુલાત થવા પામી હતી. તેની સરખામણીએ વર્ષ 2023-24માં ટુ વ્હીલરની ખરીદીમાં પણ વધારો થયો છે. જેના કારણે 99.72 લાખનો વેરો અત્યારસુધીમાં વસુલાઈ ચૂક્યો છે. તે સિવાય અન્ય વાહનોમાં પેસેન્જર રીક્ષા, લોડીંગ રીક્ષા, ટ્રક, ટેમ્પો સહિતના 833 જેટલા નવા વાહનો આરટીઓના ચોપડે રજીસ્ટર્ડ થયા તેનાથી 55.47 લાખની વેરા વસુલાત થઈ છે. જોકે ગત વર્ષે આ પ્રકારના વાહનોની ખરીદીનો આંક વધુ રહ્યો હતો. આરટીઓના ચોપડે 1195 વાહનો નોંધાયા હતા. જેનાથી કોર્પોરેશનને 53.41 લાખ વેરાની આવક થઈ શકી હતી. એટલેકે વાહનોની ખરીદી વધુ થઈ હતી, પરંતુ સામે વેરાની આવક ચાલુ વર્ષ કરતાં ઓછી રહી હતી.

ટુ વ્હીલરનો ટેક્ષ 99.72 લાખ જ્યારે ફોર વ્હીરલનો ટેક્ષ 8.71 કરોડ

આમ, વર્ષ 2021-22માં કુલ 11,381 વાહનો ગાંધીનગર આરટીઓ ખાતે રજીસ્ટર થયા હતા. જેનાથી કોર્પોરેશનની તીજોરીમાં વાહનવેરાની કુલ 8.50 કરોડની આવક ઠલવાઈ હતી. જેમાં 5592 ટુ વ્હીલરની નોંધણીથી 79.52 લાખ, 4594 ફોર વ્હીલરની નોંધણીથી 7.17 કરોડ જ્યારે અન્ય 1195 વાહનોની નોંધણીથી 53.91 લાખની વેરા વસુલાતની આવકનો લાભ કોર્પોરેશનની તિજોરીને મળ્યો હતો. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન વાહનવેરાની કુલ આવક 10.26 કરોડ ઉપરાંત થઈ છે. તેમાં ટુ વ્હીલરનો ટેક્ષ 99.72 લાખ જ્યારે ફોર વ્હીરલનો ટેક્ષ 8.71 કરોડ અને અન્ય વાહનોનો 55.47 લાખનો ટેક્ષ વસુલાઈ ચૂક્યો છે.

Back to top button