ગુજરાતટોપ ન્યૂઝ

બરવાળા: લો બોલો નગરપાલિકા દ્વારા PGVCL કચેરીને સીલ કરાઈ

Text To Speech

બરવાળામાં નગરપાલિકા દ્વારા PGVCL કચેરીને સીલ કરાઈ છે. તેમજ રૂ.46 લાખની વેરા વસૂલાત માટે તવાઈ બોલાવાઈ હતી. તથા પીજીવીસીએલ કચેરીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ પીજીવીસીએલ કચેરીને સીલ કરતા શહેરીજનો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડયા હતા.

PGVCL કચેરી બરવાળાનાં બાકી લેણી રકમ ભરપાઈ ન કરી

બરવાળા નગરપાલિકા દ્વારા વેરાની વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે PGVCL કચેરી બરવાળાનાં બાકી લેણી રકમ ભરપાઈ ન કરાતા કચેરીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકા દ્વારા બીયુ પરમિશન, ફયર એનઓસી, બાકી વેરા, યુઝર ચાર્જ અંગે પીજીવીસીએલ કચેરીને વારંવાર નોટીસ પાઠવવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા પાલિકા દ્વારા આકરું વલણ દાખવી પીજીવીસીએલ કચેરીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પીજીવીસીએલ કચેરીને અનેકવાર લેખિત રજુઆતો કરી નોટીસો પાઠવાઈ

બોટાદ જિલ્લામાં બરવાળા પાલિકાની સને 2022-23નાં બાકી વેરા વસુલાત ઝુંબેશની કામગીરી અન્વયે પીજીવીસીએલ કચેરીને અનેકવાર લેખિત રજુઆતો કરી નોટીસો પાઠવાઈ હતી તેમજ બીયુ પરમીશન, ફયર એનઓસી અંગેની કાર્યવાહી કરવા અંગેની કાર્યવાહી કરવાની નોટીસો પાઠવી હતી. તેમ છતાં કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ચીફ ઓફિસર વિરાજ શાહ તથા પાલિકાના કર્મચારીઓ દ્વારા કચેરીનાં 46 લાખના બાકી લેણી રકમની વસુલાત અન્વયે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા પીજીવીસીએલ કચેરીને સીલ કરતા શહેરીજનો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડયા હતા.

Back to top button