ટ્રાવેલટ્રેન્ડિંગ

3 દિવસની ટૂરમાં જોઈ શકશો રાજસ્થાનનો રોયલ અંદાજ, જાણો સસ્તુ ટૂર પેકેજ

  • જો તમે શાહી ઇતિહાસ અને જંગલી સફારીના સાહસને જોડતા પ્રવાસને શોધી રહ્યા છો, તો જયપુરથી રણથંભોરનો પ્રવાસ તમારા માટે યોગ્ય છે

HD ન્યુઝ ડેસ્કઃ રાજસ્થાન તેની મનમોહક સુંદરતા માટે એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. જો તમે શાહી ઇતિહાસ અને જંગલી સફારીના સાહસને જોડતા પ્રવાસને શોધી રહ્યા છો, તો જયપુરથી રણથંભોરનો પ્રવાસ તમારા માટે યોગ્ય છે. ફક્ત 2 રાત અને 3 દિવસમાં તમે રાજસ્થાનના રોયલ હેરિટેજ અને તેના જંગલોની વાઈલ્ડ બ્યુટીનો અનુભવ કરી શકશો અને તે બધું એક જ પેકેજમાં. royal style of Rajasthan

જો તમે ઇતિહાસ, કિલ્લાઓ અને વન્યજીવનનો રોમાંચ એક સાથે અનુભવવા માંગતા હો, તો જયપુર-રણથંભોર ટૂર પેકેજ એક પરફેક્ટ ઓપ્શન છે. તે ફક્ત રૂ. 7,690 માં ઉપલબ્ધ છે. આ પેકેજ તમને બે અનોખા વિશ્વની સફર પર લઈ જશે.

આ 3 દિવસનો પ્રવાસ હશે

દિવસ 1: જયપુર – ગુલાબી શહેરનો ઐતિહાસિક પ્રવાસ

જયપુર પહોંચ્યા પછી તમને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અથવા એરપોર્ટ પરથી પિકઅપ મળશે. ચેક-ઇન કર્યા પછી તમારા પ્રવાસની શરૂઆત જયપુરની રોયલ ઓળખ સમાન હવા મહેલ, જંતર-મંતર અને સિટી પેલેસની સાથે થશે. સાંજે તમે સ્થાનિક બજારમાં ખરીદીનો આનંદ માણી શકો છો. આખો દિવસ ફર્યા પછી, તમે હોટેલમાં રાત્રિ રોકાણ કરી શકશો.

દિવસ 2: જયપુરથી રણથંભોર – કિલ્લાઓથી જંગલો સુધીની સફર

સવારે નાસ્તા પછી, તમે જલ મહેલ, નાહરગઢ કિલ્લો અને આમેર કિલ્લાની મુલાકાત લઈ શકશો. આ સ્થળોના સ્થાપત્ય અને દૃશ્યો ફોટોગ્રાફી લવર્સ માટે યોગ્ય છે. બપોરે તમે રણથંભોર જવા રવાના થશો. ત્યારબાદ તમે હોટેલમાં ચેક ઇન કરશો અને ડિનર કરશો. ત્યારબાદ નાઈટ સ્ટે રહેશે.

દિવસ ૩: રણથંભોર સફારી અને જયપુર પરત

સવારે વહેલા ઉઠીને તમે એક રોમાંચક જંગલ સફારીનો આનંદ માણી શકશો. તમને વાઘ, હરણ, મોર અને અન્ય વન્યજીવોને તેમના કુદરતી નિવાસસ્થાનમાં જોવાની તક મળશે. સફારી પછી હોટેલમાં નાસ્તો કરો અને રણથંભોર કિલ્લાને એક્સપ્લોર કરો. પછી તમે જયપુર માટે રવાના થશો, જ્યાં તમને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અથવા એરપોર્ટ પર ડ્રોપ કરવામાં આવશે.

ટૂર પેકેજ વિગતો

સમયગાળો: બે રાત અને ત્રણ દિવસ

રૂટ: જયપુર- રણથંભોર – જયપુર

કિંમત: પ્રતિ વ્યક્તિ રૂ. 7690 થી શરૂ થાય છે.

સમાવેશ: હોટેલમાં રોકાણ, નાસ્તો, પિકઅપ-ડ્રોપ સુવિધા

આ પણ વાંચોઃ ટ્રાવેલિંગ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ ભૂલો, મજાના બદલે ટ્રિપ બનશે ટેન્શન

Back to top button