WTC Points Table: ભારતની હાર બાદ મોટો ઉલટફેર થયો, પોઈન્ટ ટેબલમાં ટીમ ઈંડિયાને મોટું નુકસાન થયું

World Test Championship Points Table: ભારતીય ક્રિકેટ ટીમ લોર્ડ્સમાં એક શાનદાર જીતેલી બાજી મારી હારી ગઈ. 193 રનના ટાર્ગેટનો પીછો કરતા રવીન્દ્ર જાડેજાએ છેલ્લે સુદી લડત આપી, પણ જીતી શક્યા નહીં. આ રોમાંચક મેચ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર થયો છે. ભારતીય ટીમ ચોથા નંબરે આવી ગઈ છે, તો ઈંગ્લેન્ડને ફાયદો થયો છે.
લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી ટેસ્ટમાં, બંને ટીમોનો સ્કોર પ્રથમ ઇનિંગમાં સમાન (387) હતો. જો રૂટે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી, જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી હતી. ભારતની પ્રથમ ઇનિંગમાં કેએલ રાહુલે સદી ફટકારી હતી. બીજી ઇનિંગમાં, ઇંગ્લેન્ડ 192 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જ્યારે ભારતે ચોથા દિવસે બેટિંગ શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે ટીમ ઇન્ડિયા લોર્ડ્સમાં પોતાનો ચોથો વિજય નોંધાવશે.

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ WTC 2025-27 ત્રીજી ટેસ્ટ પછી પોઈન્ટ ટેબલ
બેન સ્ટોક્સની કેપ્ટનશીપ હેઠળ ઇંગ્લેન્ડનો આ બીજો વિજય છે, આ સાથે ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે. ઇંગ્લેન્ડે 3 માંથી 2 ટેસ્ટ જીતી છે અને 1 હાર્યા છે. ટીમના 24 પોઈન્ટ છે.
શુભમન ગિલ અને ટીમનો 3માંથી બીજો પરાજય છે. ટીમ ઈન્ડિયા ચોથા નંબર પર છે, તેના 12 પોઈન્ટ છે. ભારતથી ઉપર, શ્રીલંકા ત્રીજા નંબર પર છે, જેણે 2 માંથી 1 ટેસ્ટ જીતી છે અને 1 ડ્રો રમી છે. શ્રીલંકાના 16 પોઈન્ટ છે.
આ પણ વાંચો: સ્પાઈસજેટની ફ્લાઈટમાં હોબાળો: માથાફરેલ બે પેસેન્જર કૉકપિટમાં ઘૂસવા લાગ્યા, ઈમરજન્સી લેન્ડીંગ કરાવી












