નેશનલસ્પોર્ટ્સ

Wrestlers Protest: કુસ્તીબાજોને મળ્યું ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનું સમર્થન, કહી આ મોટી વાત

  • દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણા
  • નીરજ ચોપરા વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા
  • કુસ્તીબાજોની માંગણીઓ પર કાર્યવાહી કરવા અધિકારીઓને કરી અપીલ

ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોની હડતાળનો આજે પાંચમો દિવસ છે. કુસ્તીબાજોના સમર્થનમાં અનેક રાજનેતાઓ સામે આવી રહ્યા છે ત્યારે હવે કુસ્તીબાજોને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનો પણ સાથ મળ્યો છે.

કુસ્તીબાજોનો વિરોધ-humdekhengenews

નીરજ ચોપરા કુસ્તીબાજોના સમર્થનમાં ઉતર્યાં

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવ્યા છે. નીરજ ચોપડાએ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની માંગણીઓ પર કાર્યવાહી કરવા અધિકારીઓને અપીલ કરી છે.

નીરજ ચોપરાએ ટ્વીટ કરી કહી આ વાત

નીરજ ચોપરાએ ટ્વીટ કર્યું હતું કે “ભૂષણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને વહેલામાં વહેલી તકે ન્યાય મળવો જોઈએ. અમારા એથ્લેટ્સને ન્યાયની માંગણી કરતા રસ્તાઓ પર જોઈને મને દુઃખ થાય છે. આ રમતવીરોએ આપણા મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા અને આપણને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે, અમે દરેક વ્યક્તિની અખંડિતતા અને ગૌરવની સુરક્ષા માટે જવાબદાર છીએ, પછી ભલે તે રમતવીર હોય કે ન હોય. ચોપરાએ ટ્વીટમાં વધુમા લખ્યું છે કે, એક રાષ્ટ્ર તરીકે આપણે દરેક મનુષ્યની અખંડિતતા અને ગૌરવની રક્ષા માટે જવાબદાર છીએ. જે થઈ રહ્યું છે તે ક્યારેય ન થવું જોઈએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેનો નિષ્પક્ષ અને પારદર્શક રીતે નિકાલ થવો જોઈએ. સંબંધિત અધિકારીઓએ ન્યાય સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

 આ પણ વાંચો : અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં આજે 10 વર્ષ બાદ ચુકાદો, જાણો સમગ્ર મામલો

Back to top button