ટોપ ન્યૂઝવર્લ્ડ

Pakistan Oil Crisis: પાકિસ્તાનમાં લોકડાઉન, શાળા-કૉલેજ બંધ, સાંસદોના પગારમાં પણ કાપ

Fuel Crisis in Pakistan: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે તેલ (Oil) અને ગેસની અછત સર્જાઈ છે. પાકિસ્તાનમાં આની ખૂબ જ મોટા પાયે અસર જોવા મળી રહી છે, જેમાં પાકિસ્તાને આને પહોંચી વળવા માટે ખર્ચ ઘટાડવાનાની જાહેરાત કરી છે. તેલ સંકટને કારણે પાકિસ્તાનમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારી ઇંધણ ભથ્થામાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેથી કામ કરવા (Work From Home)ની નીતિ પણ લાગુ કરવામાં આવી છે.

શાળાઓ પણ બંધ કરવામાં આવી

સરકારી કચેરીઓ અઠવાડિયામાં ચાર દિવસ કાર્યરત રહેશે. શાળાઓ પણ બે અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે. વડપ્રાધન શાહબાઝ (PM Shahbaz)એ કહ્યું કે, “હાલમાં સમગ્ર પ્રદેશ યુદ્ધથી ઘેરાયેલો છે, જે આર્થિક મુશ્કેલીઓને વધારી રહ્યો છે. પાકિસ્તાન વાતચીત અને રાજદ્વારી દ્વારા આ તણાવને ઓછો કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.”

કાચા તેલના ભાવ અચાનક વધી ગયો

વડાપ્રધાનએ ચેતવણી આપતા કહ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલના ભાવ અચાનક 100 ડૉલરને વટાવી ગયા છે. જો સંઘર્ષ ચાલુ રહેશે, તો તેલના ભાવ વધુ વધી શકે છે અને બેકાબૂ બની શકે છે. પાકિસ્તાન ખાડી દેશોમાંથી તેલની આયાત પર ભારે નિર્ભર છે અને વૈશ્વિક તેલ અને ગેસના ભાવ પર તેનું કોઈ નિયંત્રણ નથી.” શાહબાઝે જનતાને ખાતરી આપી કે સરકાર પાકિસ્તાનના અર્થતંત્રને સ્થિર કરવા માટે કામ કરશે. પાક. વડાપ્રધાને સ્વીકાર્યું કે પેટ્રોલના ભાવમાં તાજેતરમાં વધારો ભારે હૃદયથી કરવામાં આવ્યો છે.

સરકારી ઇંધણ ભથ્થામાં ઘટાડો

પાકિસ્તાનમાં હાલત એવી છે કે, સરકારોએ સંયુક્ત રીતે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેમાં સરકારી ખર્ચ ઘટાડવા માટે, આગામી બે મહિના માટે સરકારી વિભાગના વાહનોને ઇંધણ પુરવઠો 50 ટકા ઘટાડવામાં આવશે. વધુમાં, આ સમયગાળા દરમિયાન સરકારી વિભાગના 60 ટકા વાહનો ચલાવવામાં આવશે નહીં.

સાંસદોના પગારમાં પણ ઘટાડો

વડાપ્રધાને એવી પણ જાહેરાત કરી હતી કે કેબિનેટ સભ્યો, મંત્રીઓ, સલાહકારો અને ખાસ સહાયકોને આગામી બે મહિના માટે તેમના પગાર મળશે નહીં. સાંસદોના પગારમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવશે. ગ્રેડ 20થી ઉપરના અધિકારીઓ જેમનો પગાર પાકિસ્તાની રુપિયા 300,000થી વધુ છે તેમના પગારમાં બે દિવસનો કાપ મૂકવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો

ઈરાન પરના હુમલાઓની સખત નિંદા કરી

પાકિસ્તાનના વડાપ્રધાને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા કરનારા ઈરાન પરના હુમલાઓની સખત નિંદા કરી. તેમણે ગલ્ફ દેશો પર થયેલા હુમલાઓ માટે શોક અને નિંદા પણ વ્યક્ત કરી. ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ 10 દિવસ વીતી ગયા છે. એકબીજા પર હુમલા ચાલુ છે. ઈઝરાયલી-અમેરિકન હુમલામાં ઈરાનમાં અનેક લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચો : બેંગલુરુમાં હોટલ-રેસ્ટોરન્ટ સેવાઓ બંધ, ગેસની તીવ્ર અછતથી ભારે મુશ્કેલી

Back to top button