તજિન્દરપાલ સિંહે એશિયન ગેમ્સમાં મેડલની હેટ્રિક સાથે ઇતિહાસ રચ્યો
Asian Games: એશિયન ગેમ્સમાં ભારતના દિગ્ગજ શોટ પુટર તજિન્દરપાલ સિંહ તૂરે (Tajinderpal Singh) વધુ એક વખત દેશનું ગૌરવ વધાર્યું છે. પુરુષોની શોટ પુટ સ્પર્ધાની ફાઇનલમાં બે વખતનાં ગોલ્ડ મેડલ વિજેતા તૂરે તેમના પાંચમા પ્રયાસમાં 20.64 મીટરનો શાનદાર થ્રો ફેંકીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ શાનદાર પ્રદર્શન સાથે તજિન્દરપાલ સિંહ તૂરે એશિયન ગેમ્સમાં મેડલની પોતાની ઐતિહાસિક હેટ્રિક પૂરી કરી છે. અગાઉ તેમણે 2018 જકાર્તા અને 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સતત બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

તજિન્દરપાલ સિંહ તૂર માટે આ ફાઇનલ મુકાબલો ખૂબ જ રોમાંચક અને ઉતાર-ચઢાવ ભરેલો રહ્યો હતો. તેમણે તેમના પહેલા પ્રયાસમાં 20.06 મીટર અને બીજા પ્રયાસમાં 20.26 મીટર સાથે મુકાબલાની સારી શરૂઆત કરી હતી.

જો કે, ત્રીજા અને ચોથા પ્રયાસમાં તેમનો થ્રો 20 મીટરથી ઓછો રહ્યો હતો. ચાર રાઉન્ડ પછી એવું લાગી રહ્યું હતું કે તૂરને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડશે, કારણ કે સાઉદી અરેબિયાના મોહમ્મદ તોલૂ 20.48 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યા હતા.
આ પણ વાંચો:વિવાદ વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની મહત્વની બેઠક, CEC સાથે બંને ચૂંટણી કમિશનરો રહ્યાં હાજર

પાંચમા પ્રયાસમાં તૂરે પોતાની પૂરી તાકાત કામે લગાડીને 20.64 મીટરનો જબરદસ્ત થ્રો ફેંક્યો અને મોહમ્મદ તોલૂને પાછળ છોડીને સીધા બીજા સ્થાને પહોંચીને સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધો. જ્યારે ઈરાનના મોહમ્મદરેઝા તાયબીસે 20.81 મીટરનો નવો એશિયન ગેમ્સ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
આ પણ વાંચો:ઉત્તરાખંડમાં ખરાબ હવામાનની અસર, ચારધામ યાત્રા બે દિવસ માટે સ્થગિત












