UNGAમાં ટ્રમ્પને ઈરાનના રાષ્ટ્રપતિનો આકરો જવાબ, જાણો શું કહ્યું
Iranian President : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81મા સત્રને સંબોધિત કરતી વખતે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને (Iranian President Masoud Pezeshkian) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ( Donald Trump ) આક્ષેપો સામે આકરો વળતો પ્રહાર કર્યો છે. ટ્રમ્પના ભાષણ પર તીખી પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને ‘આતંકવાદી’ ગણાવ્યું છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે ઈરાન પોતે લાંબા સમયથી આતંકવાદ અને વિદેશી હુમલાઓનો ભોગ બનતું આવ્યું છે.
નોંધનીય છે કે, પેઝેશ્કિયાનનું સંબોધન શરૂ થતાં જ યુએસ ડેલિગેશન સભાખંડમાંથી વોકઆઉટ કરી ગયું હતું. આ અગાઉ મંગળવારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન ચાલી રહ્યું હતું ત્યારે ઈરાની પ્રતિનિધિમંડળે પણ વિરોધ નોંધાવીને સભા છોડી દીધી હતી.
‘અમારા સર્વોચ્ચ નેતાની હત્યા થઈ, નિર્દોષ બાળકો પર બોમ્બ ફેંકાયા’
મસૂદ પેઝેશ્કિયાને પોતાના સંબોધનમાં આકરા શબ્દોમાં જણાવ્યું:-
આતંકવાદના પીડિત: “ટ્રમ્પે અમને આતંકવાદી કહ્યા, પરંતુ અમે પોતે આતંકવાદના શિકાર રહ્યા છીએ. હું એવા ઈરાનનું પ્રતિનિધિત્વ કરું છું જ્યાં અમારા આદરણીય સર્વોચ્ચ નેતાની કોઈપણ કાનૂની પ્રક્રિયા કે વાજબી કારણ વગર હત્યા કરી દેવામાં આવી હતી.”
શાળાઓ પર હુમલા: તેમણે કહ્યું કે ઈરાનમાં શાળાઓ પર સીધા બોમ્બમારો કરવામાં આવ્યા છે, જેમાં નિર્દોષ બાળકો માર્યા ગયા. આ બાળકો અમેરિકા અને ઈઝરાયેલના હથિયારોથી થયેલા હુમલામાં જીવ ગુમાવી બેઠા હતા, જેમણે કોઈ જ ગુનો કર્યો નહોતો.
આ પણ વાંચો:OpenAI એ ChatGPT માં લોન્ચ કર્યું ‘Privacy Center’
Iranian President Pezeshkian, in his UN speech, displayed to the world public the photos of the Minab children killed by America and the Iranian scientists and citizens killed by Israel, once again exposing the inhumane treatment they suffered ‼️ pic.twitter.com/aAq2tLxahK
— Syed Abbas Araghchi Parody (@Araghchhi) September 23, 2026
મંચ પરથી મિનાબના બાળકોની તસવીરો અને કબરો દર્શાવી
પોતાના સંબોધન દરમિયાન ઈરાની રાષ્ટ્રપતિએ મિનાબ સ્કૂલ પર થયેલા હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ બાળકોના ફોટોગ્રાફ્સ યુએનના વૈશ્વિક મંચ પરથી બતાવ્યા હતા:
તેમણે તસવીરો અને બાળકોની કબરો દર્શાવીને યુદ્ધ તેમજ સંઘર્ષમાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકો તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.
ઈરાની સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો પર થયેલા ઘાતક હુમલાઓનો ઉલ્લેખ કરતાં તેમણે ભારપૂર્વક કહ્યું કે, “અમારા દેશ પર કાયરતાપૂર્ણ હુમલાઓ થયા જેમાં સામાન્ય નિર્દોષ લોકો નિશાન બન્યા. અમે માત્ર અમારી સમગ્ર તાકાતથી પોતાની રક્ષા (સ્વબચાવ) કરી રહ્યા છીએ.”
આ પણ વાંચો:BCCIએ જાહેર કર્યું IPL હરાજીનું સ્થળ, ગોવા બનશે યજમાન












