કાશ્મીર મુદ્દે OICના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ

World News : જમ્મુ-કાશ્મીર મુદ્દે સતત પાકિસ્તાનનો પક્ષ લઈને વાંધાજનક નિવેદનો આપતા ઇસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) ને ભારતે આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે OIC ની ટિપ્પણીઓને સંપૂર્ણપણે ફગાવી દેતાં આ આંતરરાષ્ટ્રીય સંગઠનની નૈતિક વિશ્વસનીયતા પર જ ગંભીર સવાલો ઊભા કર્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વિદેશ મંત્રાલયનું કડક નિવેદન: ‘આંતરિક મામલામાં દખલગીરી અસ્વીકાર્ય’
વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન જારી કરીને જણાવવામાં આવ્યું છે કે; ભારત કથિત OIC કોન્ટેક્ટ ગ્રૂપ દ્વારા જમ્મુ-કાશ્મીર અંગે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કરવામાં આવેલી અયોગ્ય અને તથ્યહીન ટિપ્પણીઓને સ્પષ્ટપણે નકારે છે.
OIC ને ભારતના સાર્વભૌમત્વ અને આંતરિક બાબતો સાથે જોડાયેલા વિષયો પર બોલવાનો કોઈ જ કાનૂની કે નૈતિક અધિકાર નથી.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનું અવિભાજ્ય અંગ
ભારતે ફરી એકવાર સ્પષ્ટ વલણ રજૂ કરતાં કહ્યું કે; સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશાંથી ભારતનું અભિન્ન અને ક્યારેય અલગ ન થઈ શકે તેવું અંગ છે અને રહેશે.
![]()
રાજકીય સ્વાર્થથી પ્રેરિત ખોટા દુષ્પ્રચારને વારંવાર દોહરાવવાથી વાસ્તવિકતા બદલાઈ જવાની નથી. આવા પાયાવિહોણા એજન્ડાનું વારંવાર સમર્થન કરીને OIC પોતાની જ વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે.
આ પણ વાંચો:કેન્સરની દવાઓમાં ખુલ્લેઆમ થઈ રહી છે લૂટ, જાણો કોણ નક્કી કરે છે કિંમત
‘પાકિસ્તાનને મંચ આપવાને બદલે અરીસો બતાવો’
પાકિસ્તાનના આતંકવાદી રેકોર્ડ પર આકરા પ્રહારો કરતાં ભારતે OIC ને સ્પષ્ટ સલાહ આપી હતી.
OIC એ પાકિસ્તાનને કાલ્પનિક અને બદદાનતભર્યા દુષ્પ્રચાર માટે પોતાનું મંચ પૂરું પાડવાને બદલે તેને આત્મમંથન કરવાની સલાહ આપવી જોઈએ.
સરહદ પારથી ચાલતા આતંકવાદને પ્રોત્સાહન અને આશ્રય આપવાનો પાકિસ્તાનનો ઈતિહાસ વિશ્વ સમક્ષ સુસ્પષ્ટ અને દસ્તાવેજી પુરાવાઓ સાથે નોંધાયેલો છે. પાકિસ્તાને પોતાના કબજા હેઠળના વિસ્તારોમાંથી ઉદ્ભવતા આતંકવાદના ખતરાને તાત્કાલિક બંધ કરવો જોઈએ.
શા માટે વિવાદ ઊભો થયો?
નોંધનીય છે કે, OIC ની તાજેતરની એક બેઠકમાં સંગઠને જમ્મુ-કાશ્મીર અંગે ચર્ચા કરીને અલગતાવાદી વલણનું સમર્થન કર્યું હતું, જેના વિરોધમાં ભારતે આ આકરું રાજદ્વારી વલણ અપનાવ્યું છે.
આ પણ વાંચો:દૂધમાં ડિટર્જન્ટની ભેળસેળ છે કે નહીં? FSSAIએ જણાવી પરીક્ષણની સરળ રીત












