VIDEO: પહેલા વિમાન પર બરફ જામ્યો પછી મિસાઈલની સ્પીડથી નીચે પડ્યું, ટ્રમ્પના રિઝોર્ટ નજીક ભયાનક પ્લેન ક્રેશ
Florida Plane Crash: અમેરિકાના ફ્લોરિડામાં એક ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. ટેક્સાસથી બહામાસ જઈ રહેલું ખાનગી લિયરજેટ-60 વિમાન અચાનક આકાશમાંથી નીચે તૂટી પડ્યું હતું. પામ બીચ કાઉન્ટીના રહેણાક વિસ્તારમાં રસ્તા નજીક વિમાન ખાબકતાં જ જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગનો વિશાળ ગોળો ઊભો થયો હતો. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 9 લોકોનાં મોત થયાં હતાં.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન જાણે મિસાઇલની જેમ ઝડપથી નીચે આવ્યું અને રસ્તા પર તૂટી પડ્યું હતું. દુર્ઘટનાના કેટલાક દૃશ્યો ત્યાંથી પસાર થતી ગાડીઓના ડેશકેમમાં પણ કેદ થયા હતા.
The private jet that went down just miles from Mar-a-Lago had 9 people on board, according to the FAA.
The plane crashed in a residential area near Cresthaven, Florida.
The aircraft had departed from Austin-Bergstrom International Airport in Texas and was on its way to North Eleuthera Airport in the Bahamas when it crashed.
According to the New York Post, the plane took a “sharp right turn” before nosediving into the ground from about 8,000 feet.
The plane is a $2 million Learjet 60, according to the Post.
Witnesses on the ground say the crash sounded like a missile.
— Collin Rugg (@CollinRugg) November 1, 2026
રસ્તા પર પડતાં મોટો ખાડો પડ્યો, 600 લોકોને ઘર છોડવાની ફરજ
આ દુર્ઘટના મિલિટરી ટ્રેલ અને 10મી એવન્યુ નોર્થ નજીક બની હતી. વિમાન રસ્તા સાથે અથડાતાં ત્યાં મોટો ખાડો પડી ગયો હતો. વિમાન રહેણાક મકાનોથી થોડા જ અંતરે તૂટી પડ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો.
વિમાન દુર્ઘટનાને કારણે મોબાઇલ હોમ પાર્ક તરફ જતો રસ્તો બંધ થઈ ગયો હતો. સુરક્ષાના કારણોસર આશરે 600 લોકોને પોતાનાં ઘર છોડવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારમાં લગભગ બે કલાક સુધી વીજળી પણ બંધ રહી હતી.
ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટથી માત્ર 8 માઇલ દૂર દુર્ઘટના
વિમાને ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. દુર્ઘટનાસ્થળ વેસ્ટ પામ બીચ એરપોર્ટથી આશરે 4 માઇલ દક્ષિણમાં અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટથી લગભગ 8 માઇલ દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે.
અહેવાલ મુજબ, ટ્રમ્પ દુર્ઘટનાના આશરે એક કલાક પહેલાં જ એરફોર્સ વન વિમાન દ્વારા આ જ એરપોર્ટ પરથી રવાના થઈ ચૂક્યા હતા.
અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
Thousands of people watched the video of the Florida jet crash and asked the same thing: where’s the plane?
Here’s why you can’t see it:
• It fell almost straight down. Unofficial flight tracking shows the Learjet dropped from over 35,000 feet nearly vertical, possibly at several hundred miles per hour.
• It shattered on impact. Planes are mostly lightweight aluminum, and hitting the ground nose-first at that speed breaks a jet into thousands of small pieces, many driven deep into the ground. That’s why there’s a crater in the road.
• The fuel fire did the rest. Jet fuel ignited instantly, burning and melting much of what was left.
• We’ve seen this before. Flight 93 in Shanksville on 9/11 left the same scene: a smoking crater with almost no recognizable wreckage.
What most people don’t know: private and charter jets don’t follow the same safety rules as commercial airlines. Airlines operate under the strictest FAA standards for pilot training, rest, and maintenance. Charter flights follow a lighter set of rules, and privately flown jets have even fewer requirements.
The NTSB will now collect every fragment to find out what happened in those final seconds. Praying for all 9 families.
Should private jets face the same safety rules as commercial airlines?
— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) November 1, 2026
પાયલટે કહ્યું હતું- વિમાન પર બરફ જામી રહ્યો છે
દુર્ઘટનાના થોડા સમય પહેલાં પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી કે વિમાન પર બરફ જામી રહ્યો છે. તે સમયે બહારનું તાપમાન માઇનસ 47 ડિગ્રી સેલ્સિયસ હોવાનું જણાવાયું હતું. હવાના જોરદાર ઝટકાઓને કારણે વિમાન આશરે 700 ફૂટ સુધી ઉપર-નીચે થઈ રહ્યું હતું.
શરૂઆતમાં પાયલટે બરફ જમવાની સ્થિતિને નિયંત્રિત કરી શકાય તેવી ગણાવી હતી. જોકે, ત્યારબાદ વરસાદ શરૂ થતાં તેણે વિમાનને વધુ ઊંચાઈ પર લઈ જવાની મંજૂરી માગી હતી.
થોડા સમય પછી પાયલટે ઇમરજન્સી જાહેર કરી હતી. તેણે એર ટ્રાફિક કંટ્રોલને જણાવ્યું હતું કે વિમાન પ્રતિ મિનિટ 8,000 ફૂટ અને ત્યારબાદ 10,000 ફૂટની ઝડપે નીચે જઈ રહ્યું છે. પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં તેણે વિમાન પ્રતિ મિનિટ 20,000 ફૂટની ઝડપે નીચે આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું અને જમીન સાથે અથડાવાની શક્યતા વ્યક્ત કરી હતી.
એક જ મિનિટમાં 27 હજાર ફૂટ નીચે આવ્યું વિમાન
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ADS-B Exchangeના આંકડા અનુસાર, વિમાન માત્ર એક મિનિટમાં આશરે 27,000 ફૂટ નીચે આવી ગયું હતું. તે સમયે આ વિસ્તારમાં ભારે વાવાઝોડું અને તોફાની હવામાન હતું. વિમાન એક શક્તિશાળી તોફાની વાદળમાંથી પણ પસાર થયું હતું.
જોકે, ખરાબ હવામાનને કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હતી કે અન્ય કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હતી, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. તપાસ એજન્સીઓ તમામ સંભવિત કારણોની તપાસ કરી રહી છે.
લિયરજેટ-60નો અત્યાર સુધીનો સૌથી ઘાતક અકસ્માત
ફ્લાઇટ સેફ્ટી ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, લિયરજેટ-60 વિમાન સાથે જોડાયેલી આ અત્યાર સુધીની સૌથી ઘાતક દુર્ઘટના છે. આ જ મોડલનું વિમાન વર્ષ 2008માં દક્ષિણ કેરોલિનાના કોલંબિયામાં ઉડાન ભરતી વખતે અકસ્માતનો ભોગ બન્યું હતું. તે સમયે ચાર લોકોનાં મોત થયાં હતાં. આ વિમાન લોસ એન્જલસ જઈ રહ્યું હતું.
લિયરજેટ વિમાનોનો ઉપયોગ મુખ્યત્વે ખાનગી હવાઈ મુસાફરી માટે થાય છે. તેના સ્થાપક બિલ લિયરના લિયર-23 વિમાનને 1960ના દાયકામાં લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ કેનેડાની કંપની બોમ્બાર્ડિયરે આ વિમાનોનું ઉત્પાદન કર્યું હતું. કંપનીએ 2021માં નવા લિયરજેટ વિમાનોનું ઉત્પાદન બંધ કર્યું હતું, જોકે જૂનાં વિમાનો માટે સહાય ચાલુ રાખી હતી.
વિમાનના બ્લેક બોક્સની પણ તપાસ
દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો રજિસ્ટ્રેશન નંબર N722BD હતો. આ વિમાન ડેલવેરની એક LLC કંપનીના નામે નોંધાયેલું હતું અને ઓનલાઇન ભાડે ઉડાન માટે ઉપલબ્ધ હતું.
તપાસ અધિકારીઓ એ પણ જાણી રહ્યા છે કે વિમાનમાં કોકપિટ વોઇસ રેકોર્ડર એટલે કે બ્લેક બોક્સ ઉપલબ્ધ હતું કે નહીં. પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચે થયેલી વાતચીત, ફ્લાઇટ ડેટા અને હવામાનની સ્થિતિની તપાસના આધારે દુર્ઘટનાનું સાચું કારણ જાણવા મદદ મળી શકે છે. હાલ તપાસ એજન્સીઓના અંતિમ અહેવાલની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: 7 ફેરા લીધા બાદ જીવવા-મરવાની કસમો ખાધી, સુહાગરાત બાદ અચાનક હોસ્પિટલમાં પહોંચ્યા વર-કન્યા












