ઓફિસે આવીને કામ કરો અથવા તો… માલિકનું ફરમાન સાંભળીને 600 કર્મચારીઓે એક સાથે છોડી નોકરી, કંપની ઘૂંટણીયે!

ન્યુયોર્ક, 13 નવેમ્બર, 2025: અમેરિકાની સૌથી મોટી એન્ટરટેઇનમેન્ટ કંપની શુમાર પેરામાઉન્ટ સ્કાઇડાંસ (Paramount Skydance)માં હડકંપ મચી ગયો છે. કેમ કે તેણે વર્ક ફ્રોમ હોમ ખત્ કરવાના લીધેલા નિર્ણય બાદ એક સાથે 600 જેટલા કર્મચારીઓએ રાજીનામુ આપી દીધુ છે. કંપનીને આ નિર્ણયની ભારે કિંતમ ચૂકવવી પડી છે. એક સાથે પડેલા 600 રાજીનામાથી કંપનીને 185 મિલીયન ડોલર (આશરે રૂ. 1600 કરોડ)નું નુકસાન થયુ છે.
હકીકતમાં, ઓગસ્ટ 2025માં, પેરામાઉન્ટ અને સ્કાયડાન્સ મીડિયા 8 અબજ ડોલરના ખર્ચ મર્જ થયા હતા. ત્યારબાદ ડેવિડ એલિસને કંપનીનો કબજો સંભાળ્યો હતો. તેમણે સ્પષ્ટપણે તેમના કર્મચારીઓને કહ્યું, “ક્યાંતો ઓફિસમાં આવો અને કામ કરો, અથવા બાયઆઉટ ઓફર સ્વીકારો અને છોડી દો.”
એલિસને તેમના મેમોમાં શું લખ્યું?
એલિસને તેમના મેમોમાં લખ્યું હતુ કે “વ્યક્તિગત રીતે કામ કરવાથી આપણી કંપનીની સંસ્કૃતિ મજબૂત બને છે અને ટીમ બોન્ડિંગ વધે છે. ઝૂમ સાથે કામ કરવાથી મળતું શિક્ષણ અને અનુભવ પ્રદાન કરી શકતું નથી.”
કંપનીએ 185 મિલિયન ડોલર ખર્ચ કરવા પડ્યા
આ નિર્ણય બાદ, લોસ એન્જલસ અને ન્યુ યોર્ક ઓફિસમાં આશરે 600 કર્મચારીઓ (વાઈસ પ્રેસિડેન્ટ સ્તર અને તેનાથી નીચેના) એ બાયઆઉટ ઓફર સ્વીકારી હતી. કંપનીએ તેમના સેવરેન્સ પેકેજો પર 185 મિલિયન ડોલર ખર્ચ કરવો પડ્યો હતો.
તેના શેરધારકોને લખેલા પત્રમાં, કંપનીએ જણાવ્યું હતું કે આ ખર્ચ તેના “વ્યવસાય પુનર્ગઠન અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ” નો ભાગ હતો. વધુમાં, પેરામાઉન્ટે જણાવ્યું હતું કે તે આ નાણાકીય વર્ષમાં આશરે 1.7 અબજ ડોલરનાના પુનર્ગઠન ખર્ચનો ભોગ બની શકે છે.
કંપનીમાં કેટલા કર્મચારીઓ કાર્યરત છે?
પેરામાઉન્ટ સ્કાયડાન્સ હોલીવુડની સૌથી મોટી મીડિયા અને મનોરંજન કંપનીઓમાંની એક છે. કંપનીનું માર્કેટ કેપ 18.5 અબજ ડોલરનું છે અને તે 16,000થી વધુ લોકોને રોજગારી આપે છે. કંપની ફિલ્મ, ટીવી પ્રોડક્શન અને ડિજિટલ સ્ટ્રીમિંગમાં સક્રિય છે. તેણે “મિશન ઇમ્પોસિબલ: ડેડ રેકનિંગ,” “ટ્રાન્સફોર્મર્સ: રાઇઝ ઓફ ધ બીસ્ટ,” “ટોપ ગન: મેવેરિક,” અને “ધ ફેમિલી પ્લાન” સહિત અનેક મોટી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.
દરમિયાન, કેટલાક નિષ્ણાતો કહે છે કે એલિસનનો ઘરેથી કામ બંધ કરવાનો નિર્ણય કંપની માટે મોંઘો સાબિત થયો છે. જ્યારે કર્મચારીઓએ સ્વતંત્રતા પસંદ કરી, ત્યારે કંપનીને લાખોનું નુકસાન થયું છે.
આ પણ વાંચોઃ ક્યા છે એ 3 નિર્ણયો જેની સરકારે આપી મંજૂરી, સમજો કેવી રીતે ભારતને સુપરપાવર બનાવવાની તૈયારીમાં છે સરકાર!












