મહિલાની દાદાગીરી સામે પોલીસ હેડ કોન્સ્ટેબલે નોકરી ગુમાવવી પડી
શહેરના પાલડી વિસ્તારમાં બે દિવસ પહેલા એક મહિલાને પોલીસ હેડ કેન્સ્ટેબલે જાહેરમાં લાફો મારી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલા પોલીસનું આઈડી કાર્ડ ફેંકી દે છે અને ધડાધડ પોલીસ કર્મચારીને માત્ર આઠ મિનિટમાં 16 વાર ગાળો આપે છે તેની સામે પોલીસ કર્મચારીએ પણ ત્રણવાર ગાળો આપી હતી. આ ઘટનાને લઈ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
19 ડિસેમ્બર રાતના સમયે અંજલી ચાર રસ્તા પાસે એક પોલીસ કર્મચારી પોતાની ફરજ બજાવી રહ્યો હતો. તે સમયે તેની સાથે એવી ઘટના બની કે તે પોલીસ કર્મચારી વિચારી પણ ન શકતો હતો. તે રાત્રે ટુ વ્હીલર લઈને આવી રહેલી યુવતીને પોલીસ રોકી હતી અને પોલીસ તેઓના રુટિંગ મુજબ તેની પાસે ગાડીના જરુરી દસ્તાવેજો માંગ્યા હતા. પરતું ઉશ્કેરાયેલી આ મહિલાએ પોલીસ હેડ કોન્સ્ટેબલ સાથે માથાકુટ કરી હતી. મહિલાએ પોલીસ પાસે તેનો આઈકાર્ડ માંગતા પોલીસ કર્મચારીએ શાંતિથી આઈકાર્ડ પણ આપી દીધો હતો પરંતુ મહિલાએ પોલીસનો આઈડીકાર્ડ ફેંકી દીધો હતો. જો કે આ તમામ ઘટના પોલીસના બોડી વોર્ન કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મહિલા પહેલા તો ચાર રસ્તા પર સિગ્નલ બંધ હોય તો ત્યા ઉંભા રહેવાને બદલે તે તોડીને નીકળી ગઈ હતી. જેથી ત્યા પોતાની ફરજ બજાવી રહેલા જયંતી ઝાલાએ તેણીને રોકી હતી. ત્યારબાદ પોલીસ હેડ કોન્સ્ટેબલે તેની પાસે સૌ પ્રથમ તો લાઇસન્સ માંગ્યું હતું જેથી મહિલા બંસરીએ પોલીસ હેડ કેન્સ્ટેબલ સાથે તું તારી થી વાત કરી હતી જેથી જયંતી ઝાલાએ તેને અટકાવી હતી. ત્યારે બંસરી વધુ ઉગ્ર થઈ હતી. જે બાદ હેડ કોન્સ્ટેબલ જયંતિએ આઈકાર્ડ બતાવતા બંસરીએ ID કાર્ડ જોઈને ફેંકી દીધું હતું.
હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાનો આઈડીકાર્ડ આ રીતે ફેંકતા તેઓ ભારે રોષે ભરાયા હતા અને મહિલાને જણાવ્યું કે મારો કાર્ડ કેમ ફેંક્યો છે ઉપાડી ને દે તો યુવતીએ કહ્યું નહીં આપું. જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ, આ દરમિયાન અચાનક જ યુવતીએ જયંતી ઝાલાને બીભત્સ ગાળો આપી હતી. ગાળ આપતા જ હેડ કોન્સ્ટેબલે તરત યુવતીને લાફો મારી દીધો હતો.
લાફો માર્યા બાદ યુવતીએ જયંતીભાઈને ફરીથી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.જયંતીભાઈ રોષે ભરાતા બે પોલીસ કર્મીઓએ તેમને રોક્યા હતા. આ દરમિયાન યુવતી હેડ કોન્સ્ટેબલ જયંતીને સતત ગંદી ગાળો આપી રહી હતી. ત્યારે જયંતિ ઝાલાએ પણ યુવતીને બેથી ત્રણ ગાળ આપી હતી. યુવતીએ જયંતી ઝાલાને કહ્યું હતું કે તારી નોકરી ખાઈ જઈશ, તારે બંગડીઓ પહેરવી પડશે. આટલું કહીને તેમના પરિવાર વિશે ગાળો આપી હતી.
આ દરમિયાન યુવતીએ 112 નંબર પર ફોન કરીને જાણ કરી હતી તો બીજી તરફ જયંતીભાઈએ પણ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.જે બાદ પોલીસની ગાડી આવતા પોલીસ દ્વારા બંનેને પાલડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. યુવતીએ અગાઉ પણ પોલીસ સાથે માથાકૂટ કરી હતી જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલ આ કેસમાં પોલીસ હેડ કોન્સ્ટેબલને પોતાની ફરજ પરથી મોકૂફ કરી દેવામાં આવ્યા છે અને મહિલા સામે 6 કલમો ઉમેરી તેની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: AMCનો કડક નિર્ણય: બિલ્ડિંગ-કોમ્પ્લેક્સની બહાર વાહન પાર્ક કર્યું તો લોક થઈ જશે












