ચા પીતા જ મહિલાને થઈ ગઈ અજીબ બીમારી, ટેપ લગાવીને બંધ કરવી પડે છે આંખ, મોંઢામાંથી સતત ટપક્યું પાણી…!

HD News Desk: 7 ઓક્ટોબર, 2025: સ્કૉટલેન્ડની એક મહિલાએ ખુદ પર વીતેલી એક ભયાનક ઘટના જણાવી છે. તેણે જણાવ્યું કે, પોતાની દીકરીને જન્મ આપ્યાના થોડા જ અઠવાડિયા બાદ એક કપ ચા પીધા બાદ તેનો ચહેરો સુન્ન પડી ગયો અને તેના હોઠ, આંખ, પાંપણ અને ચહેરાના અન્ય મસલ્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
એક અહેવાલ અનુસાર, 30 વર્ષીય કરીના વ્હાઇટએ 8 ઓગસ્ટે દીકરી મેકેન્ઝી વ્હાઇટને જન્મ આપ્યો હતો. તેના 10 દિવસ પછી જ ચા પીતી વખતે તેને એક વિચિત્ર અનુભવ થયો. તેણે અનુભવ્યું કે તેમના હોઠ સુન્ન થવા લાગ્યા અને તેના ચહેરાનો ડાબો ભાગ લટકી ગયો.
એલર્જી કે સ્ટ્રોક નહીં, બેલ્સ પાલ્સીનું નિદાન
શરૂઆતમાં કરીના વ્હાઇટને લાગ્યું કે તેને કદાચ એલર્જી થઈ છે અથવા સ્ટ્રોક આવ્યો છે. પરંતુ, હોસ્પિટલ પહોંચ્યા બાદ ડૉક્ટરોએ એલર્જી અને સ્ટ્રોક બંનેની શક્યતાને નકારી કાઢી. તપાસમાં જાણવા મળ્યું કે તેમને બેલ્સ પાલ્સી (Bell’s Palsy) નામની બીમારી થઈ છે.
એનએચએસ (NHS) મુજબ, બેલ્સ પાલ્સી એક એવી સ્થિતિ છે જે અસ્થાયી નબળાઈ અથવા ગતિની કમીનું કારણ બની શકે છે, જે સામાન્ય રીતે ચહેરાની એક બાજુને અસર કરે છે. આ સમસ્યાના નિવારણ માટે કરીનાને પાંચ દિવસ સુધી સ્ટીરોઈડ આપવામાં આવ્યા હતા.
સારવાર પછી પણ મુશ્કેલીઓ શરૂ
મહિલાને પાણી પીતી વખતે મોંમાંથી પાણી ટપકતું રોકવા માટે પોતાના હોઠને સખત ખેંચવા પડે છે. સૂતી વખતે તેને પોતાની ડાબી આંખ પર ટેપ લગાવવી પડે છે, કારણ કે તે આંખની પાંપણ બંધ કરી શકતી નથી. પહેલા બે અઠવાડિયા સુધી તેના ચહેરા પર ખાવાનું લાગેલું રહેતું, પરંતુ હવે તેણે યોગ્ય રીતે ખાવાનું શીખી લીધું છે. વાત કરતી વખતે તે તોતડાય છે અને શબ્દો યોગ્ય રીતે બોલી શકતી નથી.
ફિફના ગ્લેનરોથ્સમાં રહેનારી કરીનાએ કહ્યું, ‘હું સંપૂર્ણ રીતે ભાંગી પડી હતી. મને પહેલાથી જ આત્મવિશ્વાસની સમસ્યા હતી અને હું હમણાં જ ડિલિવરી બાદ સાજી થઈ રહી હતી અને મારા શરીરને ફરીથી પ્રેમ કરવાનું શીખવાનો પ્રયાસ કરી રહી હતી. તે પછી મારા ચહેરાનો અડધો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો.’
સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો વીડિયો
કરીનાએ જણાવ્યું કે, બાળકને જન્મ આપ્યાના 10 દિવસ પછી જ્યારે તે ચા પીને સોફા પર બેઠી હતી અને બાળકને દૂધ પીવડાવી રહી હતી, ત્યારે જ તેના હોઠની કિનારીઓ સુન્ન થવા લાગી હતી. પોતાના ચહેરાના લકવાગ્રસ્ત થવાનો ફૂટેજ TikTok પર પણ પોસ્ટ કર્યો છે.’
શરૂઆતમાં બે અઠવાડિયા સુધી તેને ઘણો દુઃખાવો રહ્યો, જાણે કોઈ તેને કચડી રહ્યું હોય, પરંતુ હવે દુઃખાવો નથી થતો. જોકે, તેની આંખોમાં હજુ પણ બળતરા થાય છે અને તે આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરે છે.
ડૉક્ટર્સે તેને સંપૂર્ણ સ્વસ્થ થવાની ખાતરી આપી છે, પરંતુ કરીના કહે છે કે તેના મગજમાં હંમેશા આ ડર રહે છે કે તે કદાચ ઠીક નહીં થાય. પોતાના ડર છતાં, તે દ્રઢ છે અને પોતાના અનુભવ વિશે જાગૃતિ ફેલાવવા માંગે છે, જેથી આવી જ સ્થિતિમાં રહેલા અન્ય લોકોને આશા આપી શકે.
આ પણ વાંચોઃ શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીના વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી પડશે બાળકોને રજા
આ પણ વાંચોઃ ICC મહિલા ODI રેન્કિંગ: સ્મૃતિ મંધાનાનો ટોચ પર દબદબો યથાવત, દીપ્તિ શર્માને નુકસાન












