વોડાફોન આઇડીયાનું કોઇ અસ્તિત્વ રહેશે કે નહીં? AGRના ફેંસલા પર વિશ્લેષકો કેવુ લગાવી રહ્યા છે અનુમાન

નવી દિલ્હી, 29 ઓક્ટોબર, 2025: વોડાફોન આઇડીયા લિમીટેડના ,5660 કરોડ રૂપિયાની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ની બાકી પર કેન્દ્ર સરકારને પુનઃવિચાર અને સમાધાન કરવા માટે કોર્ટના કેન્દ્ર સરકારના નિર્દેશને અનુસરવાના નિર્દેશ બાદ વિશ્લેષકોએ કહ્યુ કે આ નિર્ણય સંદેશાવ્યવહાર કંપનીના લાંબા ગાળાના અસ્તિત્વ માટે અગત્યની સાબિત થઇ શકે છે. બ્રોકરેજ ફર્મ સિટીએ ગઇકાલે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતુ કે સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય સંદેશાવ્યવહાર ક્ષેત્ર તેમાંયે ખાસ કરીને વોડાફોન આઇડીયા પર મહત્વપૂર્ણ સકારાત્મક પ્રભાવ નાખી શકે છે.
આ નિર્ણય બાદ, કંપનીને બાકી રકમની આંશિક માફી, ચુકવણીની સમયમર્યાદા લંબાવવા અથવા બંનેના રૂપમાં રાહત મળી શકે છે. સિટીએ જણાવ્યું હતું કે આ પગલું કંપનીની ટકાઉપણાને લગતી અનિશ્ચિતતા પણ દૂર કરશે અને તેની બેંક ફાઇનાન્સિંગ યોજનાઓને વેગ આપશે. કંપની બેંક ફાઇનાન્સિંગમાં રૂ. 25,000 કરોડ એકત્ર કરવાની પ્રક્રિયામાં છે, જે અગાઉ AGR વિવાદને કારણે અટકી ગયું હતું.
વિશ્લેષકોના મતે, સંભવિત રાહત વોડાફોન આઈડિયામાં રોકાણકારોનો વિશ્વાસ વધારશે અને ભવિષ્યમાં કંપનીને વધારાની ઇક્વિટી એકત્ર કરવામાં મદદ કરી શકે છે. આનાથી સરકારના વર્તમાન 49% હિસ્સામાં પણ ઘટાડો થઈ શકે છે. એમ્કે ગ્લોબલે જણાવ્યું હતું કે આ નિર્ણય સરકારને વોડાફોન આઈડિયાની લાંબા ગાળાની ચુકવણી ક્ષમતા સુનિશ્ચિત કરવા માટે પૂરતી તક પૂરી પાડે છે.
જોકે, ઊંચા દેવાના સ્તર અને અનિશ્ચિત સરકારી વલણને કારણે કંપનીએ વોડાફોન આઈડિયાના શેર પર તેનું ‘વેચાણ’ રેટિંગ જાળવી રાખ્યું હતું. સોમવારે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, વોડાફોન આઈડિયાએ BSEને કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તે આ મુદ્દાને ઉકેલવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ સાથે કામ કરવા આતુર છે.
28 ઓક્ટોબરના રોજ વોડાફોન આઈડિયાનો શેર 5.31% ઘટીને રૂ. 9.44 પર બંધ થયો હતો. ગયા મહિનામાં તેમાં 18.08% અને ગયા વર્ષે 14.79%નો વધારો થયો હતો. 27 ઓક્ટોબર, 2025ના રોજ આ શેરનો 52 સપ્તાહનો સૌથી ઊંચો ભાવ રૂ.10.57 હતો અને 14 ઓગસ્ટ, 2025ના રોજ તેનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 6.12 હતો.
આ પણ વાંચોઃ નિકાસ વધારવા નિકાસકારો સાથે પિયુષ ગોયલ કરશે બેઠક, દેશભરના નિકાસકારોની બેઠક પર નજર











