ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

2 લાખ કરોડનું દેવુ છતાં આ કંપનીના શેરમાં થઇ રહ્યો છે વધારો! જાણો કારણ

નવી દિલ્હી, 23 ઓગસ્ટ, 2025: વોડાફોન આઇડીયાના શેરમાં ગઇકાલે 22 ઓગસ્ટે આશરે 10 ટકાનો વધારો થયો હતો. કંપનીના શેરમાં આ તેજી એ સમાચારને કારણે આવી છે જેમાં જણાવ્યું છે કે નાણાંકીય સંકટ સામે ઝઝૂમી રહેલી આ સંદેશાવ્યવહાર કંપની માટે વડાપ્રધાનના કાર્યાલય (PMO) દ્વારા રાહતના પ્રસ્તાવ પર જલ્દી કોઇ નિર્ણય લઇ શકે છે.

આ ઘટનાથી પરિચિત સૂત્રોના હવાલાથી પ્રકાશિત એક અહેવાલ અનુસાર પીએમઓને સંદેશાવ્યવહાર વિભાગ (DoT)પાસેથી એક અનૌપચારીક પ્રસ્તાવ મળ્યો છે, જેમાં વોડાફોન આઇડીયાને મદદ આપવા માટે કેટલાંક ઉપાયો સુચવવામા આવ્યા છે.

પીએમઓને સૂચવવામાં આવેલા આ પગલાં

કાયદેસરના બાકી લેણાંની ચુકવણી માટે હાલના મોરેટોરિયમને વધુ બે વર્ષ લંબાવવાથી, કંપનીને બાકી લેણાં ચૂકવવા માટે થોડો વધુ સમય મળશે. આ પગલાથી કંપની પર તાત્કાલિક નાણાકીય દબાણ ઘટવાની અપેક્ષા છે. આ ઉપરાંત, અન્ય પગલાંમાં વાર્ષિક હપ્તાઓ ઘટાડવા અને AGR ચુકવણીઓ પર વ્યાજ માફ કરવાનો સમાવેશ થાય છે.

વોડાફોન આઈડિયાના શેર

વોડાફોન આઈડિયા લિમિટેડના શેર 22 ઓગસ્ટના રોજ બપોરે 2:22 વાગ્યે 9.92 ટકાના જંગી વધારા સાથે રૂ. 7.20 પર ટ્રેડ થઈ રહ્યા હતા. શેર રૂ. 6.70 પર ખુલ્યો અને રૂ. 7.20ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે સત્ર દરમિયાન તેનો સૌથી નીચો ભાવ રૂ. 6.58 હતો. જોકે, તાજેતરના વધારા છતાં, વોડાફોન આઈડિયા હજુ પણ તેના 52-અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર રૂ. 16.55 થી ઘણો નીચે ટ્રેડ કરી રહ્યો છે, પરંતુ રૂ. 6.12ની તેની 52-સપ્તાહની નીચી સપાટીથી ઉપર છે.

કંપની પર મોટા દેવાનો બોજ છે

તમને જણાવી દઈએ કે વોડાફોન આઈડિયા પર હાલમાં 83,400 કરોડ રૂપિયાનું AGR બાકી છે. કંપનીએ માર્ચ 2025થી આગામી છ વર્ષ માટે વાર્ષિક 18,000 કરોડ રૂપિયા ચૂકવવાના છે. દંડ અને વ્યાજ સહિત, કંપની પર હાલમાં 2 લાખ કરોડ રૂપિયા બાકી છે. કંપની પહેલાથી જ આ મોટા દેવાના બોજ હેઠળ હોવાથી, કોઈ બેંક મદદ માટે આગળ આવી રહી નથી. આવી સ્થિતિમાં, ફક્ત સરકાર પાસેથી જ મદદની અપેક્ષા રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ વિદેશી નાણાંથી ભારતનો ખજાનો છલોછલ, જાણો કંગાળ પાકિસ્તાનના હાલમાં શું છે હાલ

Back to top button