ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

નિકાસ વધારવા નિકાસકારો સાથે પિયુષ ગોયલ કરશે બેઠક, દેશભરના નિકાસકારોની બેઠક પર નજર

નવી દિલ્હી, 29 ઓક્ટોબર, 2025: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજે નિકાસકારો સાથે એક બેઠક યોજવા જઇ રહ્યા છે. આ દરમિયાન દેશની નિકાસને વધારવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવશે. દેશની નિકાસ સપ્ટેમ્બરમાં 6.74 ટકા ઘટીને 36.38 ડોલર સુધી પહોંચી ગઇ હતી.

નિકાસકારોએ કહ્યું કે, “અમે અમેરિકા સાથે વેપાર કરારની રાહ જોઈ રહ્યા છીએ.” આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતની અમેરિકામાં નિકાસ, જે  સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે, તેમાં ગયા મહિને લગભગ 12 ટકા ઘટીને 5.46 અબજ ડોલર થઈ ગઈ છે. 27 ઓગસ્ટથી અમેરિકામાં પ્રવેશતા ભારતીય માલ પર 50 ટકાની ભારે ડ્યુટી લાદવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

વાણિજ્ય મંત્રી બુધવારે નિકાસ પ્રમોશન કાઉન્સિલના પ્રતિનિધિઓને મળશે,” એમ એક અધિકારીએ જણાવ્યું હતુ. નિકાસકારે જણાવ્યું હતું કે ઉદ્યોગ ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારની રાહ જોઈ રહ્યો છે.

ટેરિફ ઘટાડાથી નિકાસને વેગ મળશે.

“અમે આ કરારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે ટેરિફ ઘટાડાથી નિકાસને વેગ મળશે,” એમ તેમણે કહ્યું હતું. યુએસની ઊંચા આયાત ટેરિફ કાપડ, દરિયાઈ અને ચામડા જેવા શ્રમ-સઘન ક્ષેત્રોમાંથી નિકાસને અસર કરી રહ્યા છે.

વેપાર ખાધ 154.99 અબજ ડોલર રહી છે. આ વર્ષે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કુલ નિકાસ 3.02 ટકા વધીને 220.12 અબજ ડોલર થઈ છે, જ્યારે આયાત 4.53 ટકા વધીને 375.11 અબજ ડોલર થઈ છે. આના પરિણામે વેપાર ખાધ 154.99 અબજ ડોલર થઈ છે.

આ પણ વાંચોઃ હવે ફ્લાઇટમાં નહી કરી શકાય પાવર બેન્કનો ઉપયોગ, DGCA મુકી રહી છે પ્રતિબંધ 

Back to top button