ટ્રેન્ડિંગમનોરંજન

શું શાહરૂખની ફિલ્મ કિંગ પાછી ઠેલાશે ? જાણો ઇજાને કારણે શું થયું

મુંબઈ, ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫: શાહરૂખ ખાનનો ખભા હવે ઠીક છે. થોડા સમય પહેલા કિંગના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. હવે બધું પાટા પર આવી ગયું છે. શાહરૂખ અને સુહાના સમગ્ર ક્રૂ સાથે યુરોપમાં ફિલ્મના આગામી શેડ્યૂલનું શૂટિંગ કરવા માટે તૈયાર છે.

તાજેતરમાં શાહરુખ તેના પુત્ર આર્યનની ઓટીટી સીરિઝના ટીઝર લોન્ચ વખતે જાહેરમાં ખભા પર સ્લિંગ સાથે દેખાયો હતો. તે પરથી જ તેની ઈજા ગંભીર હોવાનું જણાયું હતું.

કિંગ’ ફિલ્મ મૂળ શિડયૂલ પ્રમાણે આવતાં વર્ષે ગાંધી જયંતીએ રીલિઝ થવાની હતી. તેને બદલે હવે તે નાતાલ વખતે રીલિઝ કરાય તેવી ગણતરીઓ છે. શાહરુખ તેની દીકરી સુહાનાને મોટા પડદા પર પ્રમોટ કરવા માટે આ ફિલ્મ બનાવી રહ્યો છે. અભિષેક બચ્ચન ઉપરાંત દીપિકા પદુકોણ અને રાણી મુખર્જી પણ આ ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યાં છે.

Back to top button