ટ્રેન્ડિંગધર્મ

જમતા પહેલા થાળીની ચારેય બાજુ કેમ છાંટવામાં આવે છે જળ? શું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

Text To Speech
  • ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે લોકો જમે છે ત્યારે થાળીની ચારેય બાજુ પાણી છાંટે છે
  • આ પરંપરા પાછળ ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક કારણો પણ રહેલા છે
  • જ્યોતિષમાં જણાવાયુ છે કે આમ કરવાથી માં અન્નપુર્ણા અને ઇષ્ટદેવ ખુશ થઇ જાય છે

સનાતન ધર્મમાં જમવાને લઇને ઘણી બધી વાતો જણાવાઇ છે. આ બધી વાતોમાંથી એક છે જમતી વખતે ઘણા લોકો થાળીની ચારેય બાજુ જળનો છંટકાવ કરે છે અને મંત્રોચ્ચાર કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે લોકો જમવા બેસે છે તો જમતા પહેલા કેટલાક મંત્રો બોલે છે અને ભોજનની થાળીની ચારેય બાજુ જળ છાંટે છે. સનાતન ધર્મમાં મોટાભાગના લોકો આમ કરતા હોય છે. તેની પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો રહેલા છે.

જમવાની થાળીની ચારેય બાજુ કેમ છાંટવામાં આવે છે જળ? શું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ hum dekhenge news

જાણો ધાર્મિક કારણો

ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે લોકો જમે છે ત્યારે થાળીની ચારેય બાજુ પાણીનો છંટકાવ કરે છે. તેનાથી થાળીની ચારેય બાજુ પાણીની એક રેખા બની જાય છે. એવું કહેવાય છે કે જળની રેખા બનવાથી જમતી વખતે નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. તેનું બીજુ કારણ જ્યોતિષમાં એ પણ જણાવાયુ છે કે આમ કરવાથી માં અન્નપુર્ણા અને ઇષ્ટદેવ ખુશ થઇ જાય છે.

જમવાની થાળીની ચારેય બાજુ કેમ છાંટવામાં આવે છે જળ? શું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ hum dekhenge news

આ છે વૈજ્ઞાનિક કારણ

પ્રાચીન કાળથી આ પ્રથા ચાલતી આવી છે તેમાં કંઇક ને કંઇક વૈજ્ઞાનિક કારણ અવશ્ય હોય છે. એવું કહેવાય છે કે પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને ખાતા હતા, ત્યારે કીડા-મકોડા જમીન પર રહેતા હતા. થાળીની ચારેય બાજુ પાણી એટલે છાંટવામાં આવતુ જેથી કીડા-મકોડા થાળીથી દુર રહે. સાથે સાથે થાળી પાસેની માટી દબાઇ જાય અને ઉડીને થાળીમાં ન આવે, નહીં તો ભોજન દુષિત થઇ જાય.

આ પણ વાંચોઃ મિક્સર જારની બ્લેડ જામી કેમ જાય છે? જાણો કારણ અને ઉપાય

Back to top button