કોણ હતા મુકુલ રોય? કેવી રીતે બન્યા બંગાળની રાજનીતિના ‘ચાણક્ય’

પશ્ચિમ બંગાળ, 23 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળની રાજનીતિના દિગ્ગજ નેતા અને પૂર્વ રેલમંત્રી Mukul Royનું 73 વર્ષની વયે કોલકાતાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેમણે રાત્રે અંદાજે 1:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી ગંભીર બિમારીઓથી પીડાઈ રહ્યા હતા. બંગાળની રાજનીતિમાં તેમને તૃણમૂલ કોંગ્રેસના મુખ્ય રણનીતિકાર તરીકે ઓળખવામાં આવતા અને ‘બંગાળના ચાણક્ય’ તરીકે પ્રસિદ્ધ હતા.
મુકુલ રોયનો જન્મ 17 એપ્રિલ 1954ના રોજ પશ્ચિમ બંગાળના કાંચરાપાડામાં થયો હતો. તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત યુવા કોંગ્રેસથી કરી હતી. વર્ષ 1998માં જ્યારે Mamata Banerjeeએ કોંગ્રેસથી અલગ થઈ All India Trinamool Congress (ટીએમસી)ની સ્થાપના કરી, ત્યારે મુકુલ રોય સ્થાપક સભ્યોમાં સામેલ રહ્યા. લાંબા સમય સુધી તેઓ મમતા બેનર્જી પછી પાર્ટીમાં બીજા સૌથી પ્રભાવશાળી નેતા માનાતા. સંગઠનને તળિયાના સ્તરે મજબૂત બનાવવામાં અને ચૂંટણી વ્યવસ્થાપનમાં તેમની કુશળતા કારણે તેમને ‘ચાણક્ય’ની ઉપાધિ મળી.
રેલમંત્રી તરીકે વધતો પ્રભાવ
વર્ષ 2012માં દિનેશ ત્રિવેદીએ રાજીનામું આપ્યા બાદ મુકુલ રોયને દેશના રેલમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી. તે પહેલાં તેઓ જહાજરાની મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા. રેલમંત્રી તરીકે તેમનો કાર્યકાળ ટૂંકો રહ્યો, છતાં રાષ્ટ્રીય રાજનીતિમાં તેમનું કદાવર સ્થાન બન્યું. રાજ્યસભાના સભ્ય તરીકે તેમણે સંસદમાં સક્રિય ભૂમિકા ભજવી.
ટીએમસીથી ભાજપ અને ફરી વાપસી
વર્ષ 2017માં તેમણે ટીએમસી છોડીને Bharatiya Janata Party (ભાજપ)માં જોડાયા. ભાજપે તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા અને બંગાળમાં પાર્ટી મજબૂત કરવાની જવાબદારી સોંપી. પરંતુ 2021ની વિધાનસભા ચૂંટણી બાદ તેમણે ફરી ટીએમસીમાં વાપસી કરી, જેના કારણે બંગાળની રાજનીતિમાં ભારે હલચલ મચી.
વિવાદો અને પડકારો વચ્ચેનું સફર
મુકુલ રોયના રાજકીય જીવનમાં નારદા અને શારદા જેવા ચર્ચિત કૌભાંડો સાથે તેમનું નામ જોડાયું હતું. આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને વ્યક્તિગત પડકારો છતાં તેમણે રાજનીતિમાં પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો.
આ પણ વાંચો : Super 8 Points Table: ટીમ ઈંડિયાની ભૂંડી હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ, ખરાબ સ્થિતિમાં ભારત












