ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

CSK vs MI: કોણ છે 33 વર્ષીય રઘુ શર્મા? જેણે મુંબઈ માટે કર્યું IPL ડેબ્યૂ

CSK vs MI: IPL 2026ની સીઝનમાં સંઘર્ષ કરી રહેલી પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મહત્વની મેચમાં રઘુ શર્માને ડેબ્યૂ કરવાની તક આપી છે. મેચ પહેલા કેપ્ટન હાર્દિક પંડ્યાએ રઘુને તેની પ્રથમ આઈપીએલ કેપ આપી ટીમમાં આવકાર્યો હતો. આ મેચમાં રઘુ શર્માને ઈમ્પેક્ટ પ્લેયરની યાદીમાં રાખવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં અન્ય એક ફેરફાર કરતા અશ્વની કુમારની જગ્યાએ ક્રિસ ભગતને ટીમમાં સામેલ કર્યો છે.

કોણ છે રઘુ શર્મા?

રઘુ શર્મા ભારતીય સ્થાનિક ક્રિકેટમાં એક અનુભવી નામ છે. તેમનો જન્મ 1993માં પંજાબના જાલંધરમાં થયો હતો. તેઓ જમણા હાથના લેગ-બ્રેક બોલર છે અને નીચલા ક્રમે ઉપયોગી બેટિંગ પણ કરી શકે છે. રઘુએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પંજાબ અને ત્યારબાદ પુડુચેરીની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે 12 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 57 વિકેટ ઝડપી છે, જેમાં પાંચ વખત પાંચ વિકેટ અને ત્રણ વખત દસ વિકેટ લેવાની સિદ્ધિ સામેલ છે. વિજય હઝારે ટ્રોફી 2024–25માં તેમણે 8 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. જ્યારે ટી20 ક્રિકેટમાં 2021થી અત્યાર સુધી 4 મેચમાં 4 વિકેટ લીધી છે.

નેટ બોલરથી આઈપીએલ સુધીની સફર

રઘુ શર્માના કરિયરમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે વર્ષ 2025માં મુંબઈ ઈન્ડિયન્સે ઈજાગ્રસ્ત વિગ્નેશ પુથુરના રિપ્લેસમેન્ટ તરીકે તેમને ટીમમાં લીધા હતા. અગાઉ તેઓ આ ફ્રેન્ચાઈઝી સાથે નેટ બોલર તરીકે જોડાયેલા હતા. જોકે ગત સીઝનમાં તેમને રમવાની તક મળી નહોતી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે તેમના પર ભરોસો રાખીને તેમને રિટેન કર્યા હતા અને શનિવારે આખરે તેમને ડેબ્યૂ કરવાની તક મળી.

આ પણ વાંચોઃ NEET UG 2026: પરીક્ષા કેન્દ્ર શોધવા માટે માત્ર Google Maps પર ભરોસો ન રાખતા, NTA એ આપી મોટી ચેતવણી

આ પણ વાંચોઃ કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા થયા, લગ્નનું બજેટ પણ ખોરવાયું… યુદ્ધની કેટલી સાઈડ ઈફેક્ટ?

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button