ટ્રેન્ડિંગનેશનલમીડિયા

કોણ છે ભારતીય મૂળના અનિલ મેનન? નાસાના ISS મિશન માટે ભરશે અવકાશ ઉડાન

 Anil Menon Will fly into space : ભારતીય મૂળના ડૉક્ટર, એન્જિનિયર અને નાસાના અવકાશયાત્રી અનિલ મેનન હવે પોતાની પ્રથમ અવકાશ યાત્રા માટે સંપૂર્ણ તૈયાર છે. તેઓ 14 જુલાઈએ રશિયાના સોયુઝ MS-29 અવકાશયાન દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફ રવાના થશે. આ મિશનમાં તેમની સાથે રશિયન અવકાશયાત્રી પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકિના પણ સામેલ રહેશે.

આઠ મહિના સુધી રહેશે ISS પર

નાસા અનુસાર ત્રણ સભ્યોની ટીમ લોન્ચ બાદ લગભગ ત્રણ કલાકમાં ISS સાથે જોડાશે. આ મિશન દરમિયાન ટીમ લગભગ આઠ મહિના સુધી અવકાશમાં રહી વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે અને ‘એક્સપેડિશન 74’ મિશન સાથે કામ કરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કોણ છે અનિલ મેનન?

અનિલ મેનનની પસંદગી વર્ષ 2021માં નાસાએ અવકાશયાત્રી તરીકે કરી હતી. તેઓ વ્યવસાયે ડૉક્ટર અને મિકેનિકલ એન્જિનિયર છે તથા ઇમરજન્સી અને એરોસ્પેસ મેડિસિનના નિષ્ણાત છે. તેઓ અમેરિકન સ્પેસ ફોર્સમાં કર્નલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

નાસામાં જોડાતા પહેલાં તેઓ ફ્લાઇટ સર્જન તરીકે અવકાશયાત્રીઓની તબીબી દેખરેખ રાખતા હતા. ઉપરાંત તેમણે સ્પેસએક્સ સાથે પણ કામ કર્યું હતું અને હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

કેરળ સાથે છે પારિવારિક જોડાણ

અનિલ મેનનનો જન્મ અમેરિકાના મિનેઆપોલિસ શહેરમાં થયો હતો. તેમના પિતા ભારતીય મૂળના છે અને માતા યુક્રેનિયન મૂળના છે. તેમના પરિવારના મૂળ કેરળના પલક્કડ સાથે જોડાયેલા છે. તેઓ યુએસ એર ફોર્સમાં સેવા આપી ચૂક્યા છે અને અફઘાનિસ્તાનમાં પણ ફરજ બજાવી હતી. ઉપરાંત, તેઓ હિમાલયન રેસ્ક્યુ એસોસિએશન સાથે જોડાઈ માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકોને તબીબી સહાય પણ આપી ચૂક્યા છે.

પત્ની પણ છે અવકાશયાત્રી

અનિલ મેનનની પત્ની અન્ના મેનન પણ જાણીતા અવકાશયાત્રી છે. તેમણે વર્ષ 2024માં ઐતિહાસિક ‘પોલારિસ ડોન’ મિશનમાં ભાગ લીધો હતો, જેમાં વિશ્વની પ્રથમ ખાનગી સ્પેસવોકનો રેકોર્ડ નોંધાયો હતો. હાલમાં તેઓ પણ નાસામાં તાલીમ લઈ રહ્યા છે. દંપતીને બે સંતાનો છે અને તેમને ઘણીવાર ‘એસ્ટ્રોનોટ ફેમિલી’ તરીકે ઓળખવામાં આવે છે.

મિશન દરમિયાન કરશે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન

ISS પર રહેવા દરમિયાન અનિલ મેનન ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશનને ધ્યાનમાં રાખીને અનેક વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. તેમાં સેમિકન્ડક્ટર ક્રિસ્ટલનું ઉત્પાદન, હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ અને AI માટે જરૂરી ટેક્નોલોજી પર સંશોધન તેમજ માઇક્રોગ્રેવિટીમાં માનવ શરીર પર થતી અસરો, રક્તપ્રવાહમાં થતા ફેરફારો અને બાયોપ્રિન્ટિંગ જેવા મહત્વપૂર્ણ અભ્યાસનો સમાવેશ થાય છે.

Back to top button