ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ફોન નંબર વગર WhatsApp ચેટિંગ! નવા ફીચરથી સરકાર કેમ ચિંતિત?

whatsapp username feature : WhatsApp હવે લાંબા સમયથી રાહ જોવાતું Username ફીચર લાવવાની તૈયારીમાં છે. આ નવા ફીચર દ્વારા યુઝર્સ પોતાના મોબાઈલ નંબર શેર કર્યા વગર પણ અન્ય લોકો સાથે ચેટ કરી શકશે. જોકે, આ ફીચર લોન્ચ થાય તે પહેલા જ ભારતમાં તેને લઈને વિવાદ શરૂ થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત સરકારે Metaને નોટિસ મોકલીને આ ફીચર હાલ ભારતમાં લોન્ચ ન કરવા જણાવ્યું છે. સરકાર દ્વારા આગામી ત્રણ દિવસમાં ફીચરની સંપૂર્ણ માહિતી પણ માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં વોટ્સએપ પર કોઈ વ્યક્તિ સાથે ચેટ કરવા માટે તેનો મોબાઈલ નંબર હોવો જરૂરી છે. પરંતુ નવા Username ફીચર બાદ યુઝર્સ પોતાનું એક યુનિક યુઝરનેમ પસંદ કરી શકશે. ત્યારબાદ માત્ર તે યુઝરનેમ દ્વારા લોકો સાથે કનેક્ટ થઈ શકાશે અને ફોન નંબર જાહેર નહીં થાય.

વોટ્સએપનું કહેવું છે કે આ ફીચરનો મુખ્ય હેતુ યુઝર્સની પ્રાઈવસી વધારવાનો છે. ખાસ કરીને ઓનલાઇન ખરીદી, બિઝનેસ સંપર્ક અથવા અજાણ્યા લોકો સાથે વાતચીત દરમિયાન મોબાઈલ નંબર શેર કરવાની જરૂર નહીં રહે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ ફીચર સાથે વોટ્સએપ ‘Username Key’ નામની નવી સિક્યોરિટી લેયર પણ લાવી રહ્યું છે. જો યુઝર ઈચ્છે તો પોતાના યુઝરનેમ સાથે એક ખાસ Key પણ સેટ કરી શકશે, જેથી માત્ર યોગ્ય Key ધરાવતો વ્યક્તિ જ નવી ચેટ શરૂ કરી શકે.

સરકારની મુખ્ય ચિંતા સાયબર ફ્રોડ અને ફેક આઈડેન્ટિટી અંગે છે. સરકારને ભય છે કે કોઈ વ્યક્તિ ‘bank_help’ અથવા ‘rbi_support’ જેવા નકલી યુઝરનેમ બનાવી લોકોને છેતરવાનો પ્રયાસ કરી શકે છે. તપાસ એજન્સીઓ માટે શરૂઆતમાં આરોપીની ઓળખ કરવી પણ મુશ્કેલ બની શકે છે.

આ સમગ્ર મામલાની સરખામણી હવે Telegram સાથે કરવામાં આવી રહી છે, કારણ કે ટેલિગ્રામમાં ઘણા વર્ષોથી યુઝરનેમ આધારિત ચેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. NEET પેપર લીક વિવાદ દરમિયાન ટેલિગ્રામને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા.

સાયબર સિક્યોરિટી નિષ્ણાતોના મતે, જો સુરક્ષા વ્યવસ્થા મજબૂત નહીં હોય તો નકલી યુઝરનેમ દ્વારા સ્કેમ અને ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં વધારો થઈ શકે છે. જોકે, મેટાનું કહેવું છે કે તેણે હાઈ-પ્રોફાઈલ લોકોના યુઝરનેમ પહેલેથી જ રિઝર્વ રાખવા સહિત અનેક સુરક્ષા પગલાં તૈયાર કર્યા છે.

હાલમાં સરકાર અને મેટા વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને ફીચર ભારતમાં ક્યારે લોન્ચ થશે તે અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો : 2027થી વૃષભ રાશિ પર શરૂ થશે શનિની સાડેસાતી! કયા ઉપાયથી મળશે રાહત

Back to top button