દુબઇના ગોલ્ડન વિઝા સ્કીમની રિયલ એસ્ટેટ પર શું થશે અસર? જાણો શું કહે છે નિષ્ણાતો?

નવી દિલ્હી, 8 જુલાઇ, 2025: UAEની સરકારે ગોલ્ડન વિઝા માટે નિયમને વધુ સરળ બનાવતા બિઝનેસ કે પ્રોપર્ટીમાં રોકાણ કરવાની જરૂરિયાત ખતમ કરી દીધી છે. એટલે કે હવે અહીં જીવનપર્યંત રેસિડન્સી માટે સંપત્તિ કે વ્યવસાયમાં રોકાણ કરવાની જરૂર પડશે નહી. ગોલ્ડન વિઝા હાંસલ કરવા માટે એક લાખ દિરહામ ેટલે કે 22.3 લાખ ભારતીય રૂપિયાની ફી ભરવી પડશે. જ્યારે પહેલા આ ગોલ્ડન વિઝા માટે ઓછામાં ઓછા રૂ. 4.66 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડતું હતું.
મધ્યમ વર્ગને પ્રોત્સાહન મળવાની અપેક્ષા
હવે પ્રશ્ન એ છે કે દુબઈના રિયલ એસ્ટેટ બજાર પર તેની કેટલી અસર પડશે? નિષ્ણાતો આ વિશે શું કહે છે તે જોઇએ? UAE સરકાર માને છે કે નવી ગોલ્ડન વિઝા યોજના મધ્યમ શ્રેણીના ક્ષેત્રમાં મિલકત રોકાણને વેગ આપશે.
એક અહેવાલ મુજબ, ANAROCK ગ્રુપના મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના મેનેજિંગ ડિરેક્ટર મોર્ગન ઓવેન કહે છે કે દુબઈનો ગોલ્ડન વિઝા ભારતીયો માટે આકર્ષક છે, જેમને મિલકત કે વ્યવસાયમાં રોકાણ કર્યા વિના 23 લાખ રૂપિયા ચૂકવીને લાંબા સમય સુધી દુબઈમાં રહેવાની તક મળશે. તેમણે એમ પણ કહ્યું કે, તે ચોક્કસપણે ઉચ્ચ મધ્યમ વર્ગ અને સમૃદ્ધ ભારતીયોને પ્રોત્સાહન આપશે. UHNI બ્રેકેટની નીચે આવેલો આ વિભાગ ભારતમાં અતિ-લક્ઝરી હાઉસિંગ બજારને આગળ ધપાવશે.
ભાડા બજારને પણ વેગ મળશે
JLL ઇન્ડિયાના સિનિયર ડિરેક્ટર અને રેસિડેન્શિયલ સર્વિસીસ એન્ડ ડેવલપર ઇનિશિયેટિવ્સ (ઉત્તર અને પશ્ચિમ)ના વડા રિતેશ મહેતા કહે છે કે, ગોલ્ડન વિઝા ફી ઘટાડીને રૂ. 23 લાખ કરીને, યુએઈ ફક્ત શ્રીમંત રોકાણકારો જ નહીં, પણ યુવા વ્યાવસાયિકો અને નવી પ્રતિભાને આમંત્રણ આપી રહ્યું છે. અમને આશા છે કે આનાથી ભાડા બજારો મજબૂત થશે કારણ કે શરૂઆતમાં ઘણા લોકો અહીં આવીને ભાડા પર રહેવાનું પસંદ કરશે.
આ પણ વાંચોઃ ખુશખબરઃ 8મું પગાર પંચ લાગુ થવાથી ત્રણ ગણો વધશે પગાર, જાણો ક્યારથી થઇ શકે લાગુ












