ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ખુશખબરઃ 8મું પગાર પંચ લાગુ થવાથી ત્રણ ગણો વધશે પગાર, જાણો ક્યારથી થઇ શકે લાગુ

નવી દિલ્હી, 8 જુલાઇ, 2025: કેન્દ્રિય કર્મચારીઓ આઠમું પગાર પંચ લાગુ થવાની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે. દર દશ વર્ષે કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનર્સના વેતનમાં સુધારા માટે કેન્દ્ર સરકાર દ્વારા પગાર પંચની રચના કરવામાં આવી છે. આ વર્ષના પ્રારંભમાં કેન્દ્રિય મંત્રીમંડળની તરફથી આઠમાં કેન્દ્રિય પગાર પંચની રચનાની મંજૂરી આપવામાં આવી હતી. આશા છે કે તેને 2027માં તેને લાગુ કરી દેવામાં આવશે.

આ પછી, દેશભરના કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં જબરદસ્ત ફેરફાર થવાનો છે. જોકે, પગાર પંચના સભ્યો, અધ્યક્ષ અને નવા પગાર પંચના નિયમો અને શરતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થવાનો છે.

પગાર કેવી રીતે નક્કી કરવામાં આવશે?

કેન્દ્ર સરકાર દ્વારા પગાર પંચની રચના ચોક્કસ સમય માટે કરવામાં આવે છે, જે કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખાનો નિર્ણય લે છે. તે ફક્ત મૂળ પગાર અને અન્ય ભથ્થાઓને જ અસર કરતું નથી પરંતુ પેન્શનરોને પણ તેનો લાભ મળે છે. આઠમું પગાર પંચ સાતમા પગાર પંચનું સ્થાન લેશે, જે વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય પગાર પંચની મુખ્ય ભલામણ પે મેટ્રિક્સ છે. આ એવી સિસ્ટમ છે જે સેવાના સ્તર અને સમયના આધારે પગાર નક્કી કરે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે કેન્દ્રીય પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરને 2.57 થી 2.86 સુધી વધારી શકે છે.

પગાર કેટલો વધશે?

ઉદાહરણ તરીકે, જો પગાર સ્તર-1 પર કર્મચારીનો વર્તમાન પગાર 18000 રૂપિયા છે, તો આઠમા પગાર પંચના અમલીકરણ પછી તેમનો પગાર 51,480 રૂપિયા સુધી વધી શકે છે. સ્તર 2ના કર્મચારીઓનો પગાર 19,900 રૂપિયાથી વધીને 56,914 રૂપિયા, સ્તર 3ના કર્મચારીઓનો પગાર 21,700 રૂપિયાથી વધીને 62,062 રૂપિયા થઈ શકે છે.

તેવી જ રીતે, સ્તર 6 ના કર્મચારીઓનો પગાર 35400 રૂપિયાથી વધીને 1 લાખ રૂપિયાથી વધુ થઈ શકે છે. બીજી તરફ, સ્તર 10 ના અધિકારીઓનો પગાર, જેમાં IAS અને IPSનો સમાવેશ થાય છે, 56,100 રૂપિયાથી વધીને 1.6 લાખ રૂપિયા થઈ શકે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, 14 દેશો પર લગાવ્યો 40 ટકા સુધીનો ભારે કર

Back to top button