ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગૂગલ પિક્સેલની એ 10 ડિઝાઇન કઈ છે, જુઓઃ લોન્ચ પહેલા જાણો ફિચર્સ વિશે

નવી દિલ્હીઃ 6 ઓગસ્ટ, 2025: ગૂગલ પિક્સેલ 10 સીરીઝના સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. લોન્ચ પહેલા જ ફોનની ડિઝાઇન અને ફીચર્સ લીક થઈ ગયા છે. ગૂગલ પિક્સેલ 10 માં 6.3 ઇંચની ડિસ્પ્લે અને ટેન્સર ચિપસેટ હશે. પિક્સેલ 10 પ્રો ના રેન્ડર પણ સામે આવ્યા છે.

આ સ્માર્ટફોન ઘણા સમયથી સમાચારમાં છે. ગયા અઠવાડિયે, એક લીક રિપોર્ટમાં ગૂગલ પિક્સેલ 10 પ્રોના બધા વેરિઅન્ટ્સનો ખુલાસો થયો હતો. કંપની આગામી ગૂગલ ઇવેન્ટ મેડ બાય ગૂગલમાં ગૂગલ પિક્સેલ 10 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચ પહેલા જ, ગૂગલ પિક્સેલ 10 અને 10 પ્રોના ફીચર્સ રેન્ડર સાથે ઘણા રિપોર્ટ્સમાં લીક થયા છે. રેડમાં સ્માર્ટફોનની સંપૂર્ણ ડિઝાઇન સામે આવી છે. ઉપરાંત, ગૂગલ પિક્સેલ 10 નું નવું કલર વેરિઅન્ટ પણ જોવા મળ્યું છે. નવા રેન્ડરથી ફોનની ઘણી વિગતો બહાર આવી છે.

મેડ બાય ગુગલએ પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 31 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં તેમણે Pixel 10 અને Soon શબ્દોનો ઉપયોગ કર્યો છે, જે સ્પષ્ટ કરે છે કે આ હેન્ડસેટ ટૂંક સમયમાં લોન્ચ થશે. વીડિયોના અંતે કંપનીએ 8-20-2025 લખ્યું છે.

વીડિયોમાં, Pixel 10 ને બધા ખૂણાઓથી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમાં, ફોનના સાઇડ પેનલ અને તેના પ્રીમિયમ લુક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગૂગલે ટીઝર દ્વારા સીધા એપલ પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં, ગૂગલે ટીઝરમાં કહ્યું હતું કે જો કોઈ ફીચર ટૂંક સમયમાં આવવાનું કહેવામાં આવે છે, પરંતુ તેને આવવામાં 1 વર્ષ લાગે છે, તો પછી ટૂંક સમયમાં જ તેની વ્યાખ્યા બદલવી જોઈએ. ઉપરાંત, વીડિયોમાં, તેણે ફોન બદલવાનું કહ્યું.

ગયા વર્ષના ટ્રેન્ડ્સ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચાર હેન્ડસેટ લોન્ચ કરી શકે છે. આમાં પિક્સેલ ફોલ્ડનું નામ પણ શામેલ હશે. જોકે, કંપનીએ હજુ સુધી બધા હેન્ડસેટના નામની પુષ્ટિ કરી નથી.

ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો છે. ઇન્ડેક્સમાં FII નો લાંબા ટૂંકા ગાળાનો રેશિયો 8.5% થી નીચે સરકી ગયો છે. GIFT નિફ્ટીમાં પણ થોડી નબળાઈ જોવા મળી રહી છે. તે જ સમયે, એશિયામાં થોડી મજબૂતી જોવા મળી હતી. ગઈકાલે US INDICES માં દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ, OPEC+ ના ઉત્પાદન ઘટાડવાના નિર્ણયને કારણે ક્રૂડ 1.5% ઘટ્યું છે. દરમિયાન, ટ્રમ્પ આગામી 24 કલાકમાં ભારત પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે.

Back to top button