આતંકવાદ મુદ્દે ભારતની તરફેણ કરીને ઈન્ડોનેશિયાના મુસ્લિમ બોર્ડે પાકિસ્તાનને શું કહ્યું?
જાકાર્તા, 30 મે, 2025 – Indonesia supports Indian view on terrorism ભારતની આતંકવાદ પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ’ નીતિને વિશ્વના સૌથી મોટા ઇસ્લામિક દેશ ઇન્ડોનેશિયાએ સમર્થન આપ્યું છે. ઇન્ડોનેશિયાના નહદલાતુલ ઉલેમાના એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેન કેએચ ઉલિલ અબશાર અબ્દાલાએ જણાવ્યું કે ઇસ્લામમાં કેટલાક સંગઠનો ઇસ્લામના નામે હિંસાને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે આતંકવાદથી સૌથી વધુ અન્ય ધર્મના લોકો નહીં, પરંતુ મુસ્લિમો જ ભોગ બને છે.
Indonesia: KH Ulil Abshar Abdalla, MA, Chairman of the Nahdlatul Ulama Executive Board (PBNU), says, “I’m honored to be invited to this gathering with members of the Indonesian Parliament in Jakarta today. We discussed several pressing issues, including current tensions between… pic.twitter.com/1jVnIOcSLt
— IANS (@ians_india) May 30, 2025
રાજધાની જાકાર્તામાં એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં અબશાર અબ્દાલાએ કહ્યું, “એ સાચું છે કે ઇસ્લામમાં કેટલાક જૂથો ઇસ્લામના નામે હિંસાને પ્રોત્સાહન આપે છે. આ યોગ્ય નથી, કારણ કે ઇસ્લામ શાંતિપ્રિય ધર્મ છે અને મુસ્લિમો શાંતિ અને સલામતી ઇચ્છે છે. મેં ભારતથી આવેલા મારા સાથીઓને કહ્યું કે આતંકવાદથી સૌથી વધુ પીડાતા હિન્દુ, બૌદ્ધ કે ખ્રિસ્તીઓ નથી પણ સૌથી વધુ પીડિત તો મુસ્લિમો જ બને છે, તેથી આ સમસ્યાનો સામનો કરવા માટે સૌથી વધુ ચિંતિત પણ મુસ્લિમો જ છે.”
Indonesia: On JD(U) MP Sanjay Jha-led delegation conveying India’s anti-terror stance, Indian Ambassador to Indonesia Sandeep Chakravorty says, “…I felt that Indonesia was the perfect choice for this message because it helped convey to the people that we, too, stand firmly… pic.twitter.com/0IkxW4ydS3
— IANS (@ians_india) May 30, 2025
અબશાર અબ્દાલાનું કહેવું છે કે દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં રહેતા લોકો શાંતિ અને સદ્ભાવ ઇચ્છે છે, કારણ કે આર્થિક અને રાજકીય સ્થિરતા આતંકવાદનો નાશ કર્યા વિના આવી શકે નહીં. તેમણે કહ્યું કે જો લોકોને ધર્મની યોગ્ય અને સાચી સમજ ન હોય અને હિંસાને વૈધાનિક બનાવવા માટે ધર્મોનું શોષણ થાય તો તે ખૂબ જોખમી છે.
Jakarta, Indonesia: JD(U) MP Sanjay Kumar Jha, leading Group-3 of the anti-terror delegation, says, “They visit India as well as the Mahakumbh. They have a large Islamic organization called Nadwatul Islam. They appreciated our stance. We told them how terrorists questioned people… pic.twitter.com/nM95sPoK34
— IANS (@ians_india) May 30, 2025
તેમમે જણાવ્યું કે, “મેં ભારતીય સાંસદોને કહ્યું કે ઇન્ડોનેશિયાના ઇતિહાસનો ઇતિહાસ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, તેથી ભારત અને ઇન્ડોનેશિયાએ લોકો વચ્ચે સહયોગના આધારે પણ જોડાવું જોઈએ.” ઇન્ડોનેશિયાની નેશનલ મેન્ડેટ પાર્ટી (PAN)ના નેતાઓએ ભારત સાથે એકતા દર્શાવતા ગુરુવારે (29 મે, 2025) ભારતીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને કહ્યું કે આતંકવાદ ફેલાવવા માટે ધર્મ કે જાતિને આધાર બનાવી શકાય નહીં.
#WATCH | Jakarta, Indonesia | BJP MP Aparajita Sarangi, member of the all-party delegation led by JD(U) MP Sanjay Kumar Jha, says, “… We have had a positive experience. Everyone listened to us… I want to say this clearly and emphatically that India has been given a lot of… pic.twitter.com/TCL8nX0Gbk
— ANI (@ANI) May 29, 2025
ભારતીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ઇન્ડોનેશિયામાં ઓછામાં ઓછા 20 દેશોના સ્થાનિક રાજદૂતો સાથે મુલાકાત કરી. આ તમામ દેશોના રાજદૂતોએ આતંકવાદના તમામ સ્વરૂપોની કડક ટીકા કરી અને આ જોખમનો સામનો કરવા માટે સંગઠિત વૈશ્વિક પ્રયાસોની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો.
જનતા દળ (યુ)ના સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ભારતની આતંકવાદ વિરુદ્ધની લડાઈ અંગે નવી દિલ્હીના સ્પષ્ટ વલણથી સ્થાનિક નેતાઓ, રાજદૂતો, થિંક ટેન્ક અને મીડિયાને માહિતગાર કરવાના મિશન સાથે અહીં આવ્યું છે. જકાર્તામાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું, “ભારતીય સાંસદોએ આતંકવાદને કોઈપણ રીતે સહન ન કરવાના ભારતના વલણ પર વિચારો શેર કર્યા.” પોસ્ટમાં એમ પણ કહેવાયું, “PAN પાર્ટીના નેતૃત્વએ ભારતના પહેલગામમાં થયેલા ભયંકર આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. PAN નેતાઓએ જણાવ્યું કે તેઓ ભારત સાથે એકજૂટ ઊભા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આતંકવાદ ફેલાવવા માટે ધર્મ કે જાતિને આધાર બનાવી શકાય નહીં.”
આ પણ વાંચોઃ વોટ્સએપ ગ્રુપ ઉમીદ-એ-શહર દ્વારા ફેલાવવામાં આવી રહ્યું હતું ઝેર: જાસૂસી કેસમાં ઘણા મોટા ખુલાસા
આ પણ વાંચોઃ ખેડૂતો વાવેતર શરુ કરે તે પહેલા જ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












