NEET-UGના ઉમેદવારો માટે ખુશખબર: ભાવનગર–ગાંધીગ્રામ વચ્ચે દોડશે વિશેષ ટ્રેન

Special Bhavnagar–Gandhigram Train for NEET 2026 Exam: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ની પરીક્ષા આપનાર ઉમેદવારો તેમજ સામાન્ય મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિશેષ ભાડા પર સંચાલિત આ ટ્રેનથી પરીક્ષાર્થીઓને સમયસર અને સુગમ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 09254 ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ સ્પેશિયલ 20 જૂન, 2026ના રોજ ભાવનગર ટર્મિનસથી સવારે 11:40 કલાકે પ્રસ્થાન કરશે અને ભાવનગર પરા, સિહોર જંકશન, ધોળા જંકશન, બોટાદ જંકશન, ધંધુકા, ધોળકા, બાવળા તથા સરખેજ સ્ટેશનો પર પરથી સાંજે 4:10 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.
રાજ્યસભા ચૂંટણીનું આજે મતદાન, ખાલી 3 સીટો પર થશે વોટિંગ, 8 રાજ્યોના 21 ઉમેદવારો બિનહરીફ
આ ઉપરાંત, ટ્રેન નંબર 09253 ગાંધીગ્રામ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ 21 જૂન, 2026ના રોજ ગાંધીગ્રામથી રાત્રે 8:00 કલાકે ઉપડશે અને નિર્ધારિત તમામ સ્ટેશનો પર સ્ટોપ થયા બાદ મધરાતે 12:35 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ વિશેષ ટ્રેનમાં કુલ 24 કોચ જોડવામાં આવશે. જેમાં 20 સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ, 2 જનરલ કોચ અને 2 SLR/D કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ મુસાફરોને લાભ મળી શકે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરો તથા નીટ પરીક્ષાર્થીઓને આ વિશેષ ટ્રેન સેવાનો પૂરતો લાભ લેવા અનુરોધ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રેનના સમયપત્રક, રોકાણ અને ટિકિટ બુકિંગ અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો રેલવેની અધિકૃત વેબસાઇટ, NTS એપ અથવા નજીકના રેલવે સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. નીટ પરીક્ષા પૂર્વે શરૂ કરવામાં આવેલી આ વિશેષ ટ્રેન સેવા પરીક્ષાર્થીઓ માટે રાહતરૂપ સાબિત થશે અને સાથે સાથે સામાન્ય મુસાફરોને પણ અનુકૂળ મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવશે.












