હાર પર મમતાની પહેલી પ્રતિક્રિયા, ભાજપે 100 બેઠકો ચોરી, પોતાના પર હુમલાનો પણ આરોપ લગાવ્યો

TMC allegations: પશ્ચિમ બંગાળમાં ભાજપ 200થી વધુ બેઠકો જીતીને બનાવવા માટે તૈયાર છે. TMC 80 બેઠકો સુધી સીમિત થતી દેખાઈ રહી છે. ચૂંટણી પરિણામો બાદ હવે બંગાળમાં નવો વિવાદ ઊભો થયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ ભાજપ પર બેઠકો લૂંટવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે બંગાળમાં સંપૂર્ણ લૂંટ થઈ છે, પરંતુ અમે પાછા ફરશું. સાથે જ મમતા બેનર્જીએ પોતાના પર હુમલો થયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
મમતા બેનર્જી ભવાનીપુરમાં કાઉન્ટિંગ સેન્ટર પહોંચી હતી. તેમણે દાવો કર્યો કે ઓળખપત્ર (ID કાર્ડ) હોવા છતાં તેમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. તેમણે કહ્યું કે “ભાજપ દાનવોની પાર્ટી છે, 100થી વધુ બેઠકો તેમણે લૂંટી છે અને છેતરપિંડી કરી છે. ચૂંટણી પંચ ભાજપ પંચ છે.”
#WATCH | कोलकाता: TMC अध्यक्ष और पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने कहा, “भाजपा दानवों की पार्टी है, 100 से ज़्यादा सीटें उन्होंने लूटीं और धोखा दिया। चुनाव आयोग भाजपा आयोग है।” pic.twitter.com/75O1b1gq9e
— ANI_HindiNews (@AHindinews) May 4, 2026
તેમણે આરોપ લગાવતા કહ્યું, “મેં ફરિયાદ કરી છે, મનોજ અગ્રવાલને પણ મેં ફરિયાદ કરી છે, મેં પશ્ચિમ બંગાળના CEO, RO અને DEO બધાને ફરિયાદ કરી છે, પરંતુ તેઓ કંઈ કરી રહ્યા નથી. તેઓ મને અંદર જવા દેતા નથી. મારી પાસે આઈડી કાર્ડ છે, છતાં પણ મને અંદર જવા દેતા નથી. આ નૈતિક જીત નથી, આ અનૈતિક જીત છે. ચૂંટણી પંચ, સેન્ટ્રલ ફોર્સ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ જે કર્યું છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. SIRથી શરૂ કરીને, EVM મશીનો લૂંટીને તેમણે આ બધું જાણી જોઈને કર્યું છે. લૂંટ, લૂંટ, લૂંટ થઈ છે.”
#WATCH | कोलकाता: TMC अध्यक्ष और पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने कहा, “मैंने शिकायत की है, मनोज अग्रवाल को भी मैंने शिकायत की, मैंने पश्चिम बंगाल CEO, RO, DEO सबको शिकायत की लेकिन वे कुछ नहीं कर रहे। उन्होंने मुझे अंदर नहीं आने दिया। मेरे पास ID कार्ड है, फिर भी वे… pic.twitter.com/8jzviCKzji
— ANI_HindiNews (@AHindinews) May 4, 2026
મમતા બેનર્જીએ દાવો કર્યો કે, “મને અંદર જવા દેવામાં આવી નથી… આ પક્ષપાતપૂર્ણ છે. તમે CRPFને જોઈ શકો છો. તેમણે મને ધક્કો માર્યો, CRPFની સામે જ. તેમણે દરેક જગ્યાએ ગુંડાઓ તૈનાત કર્યા છે. હું ઉમેદવાર છું, છતાં પણ મને અંદર જવા દેવામાં આવી નથી.”
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની ભવ્ય જીત બાદ દિલ્હીમાં ઉજવણી, PM મોદીએ આપ્યું ઐતિહાસિક ભાષણ












