ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“આવી ગઈ ગુંડાઓની સરકાર…”, બંગાળ હિંસા મુદ્દે TMC નેતા કીર્તિ આઝાદે શું કહ્યું?

TMC Reaction: ભાજપે પહેલી વખત પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. 207 બેઠકો જીત્યા બાદ એક તરફ ભાજપમાં ખુશીની લહેર છે, તો બીજી તરફ 80 બેઠકો પર સીમિત થયા બાદ TMCના નેતાઓમાં ભારે નિરાશા અને હતાશા જોવા મળી રહી છે. આ વચ્ચે રાજ્યમાં સતત હિંસાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે. ભાજપ અને TMC વચ્ચે આરોપ-પ્રતિઆરોપનો દોર હજુ ચાલુ છે. આ દરમિયાન TMC સાંસદ કીર્તિ આઝાદે X પર વીડિયો પોસ્ટ કરીને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

કીર્તિ આઝાદે 5 મેના રોજ X પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું, “પશ્ચિમ બંગાળમાં ગુંડાઓની સરકાર આવી ગઈ છે.” તેમણે ગૃહમંત્રી અમિત શાહ પર પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં ગંભીર આરોપો લગાવ્યા.

અમિત શાહને ટેગ કરીને કર્યો પ્રહાર

કીર્તિ આઝાદે બંગાળમાં થઈ રહેલી હિંસા અંગે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું. એક પોસ્ટમાં તેમણે લખ્યું, “પશ્ચિમ બંગાળના દરેક ખૂણેથી તેમની ગુંડાગીરીની ખબર આવી રહી છે.”

શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે: કલકત્તા પોલીસ

કલકત્તા પોલીસ કમિશનર અજય કુમાર નંદાએ જણાવ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતો પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યો છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખોટી માહિતી, અફવાઓ કે સોશિયલ મીડિયા પર ભડકાઉ સામગ્રી પર વિશ્વાસ ન કરે અને તેને ફેલાવે પણ નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે અફવાઓ ફેલાવનારાઓ તથા જાહેર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે કલકત્તામાં 65 CRPF કંપનીઓ અને 240 QRT છે. કોઈ પણ રેલી માટે પોલીસની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. મંજૂરી વગર રેલી કાઢવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે JCBને લઈને કોઈ રેલી નહીં કાઢી શકાય. જો કોઈ વ્યક્તિ ડરનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હત્યા મામલે પોલીસ કમિશનરે શું કહ્યું

કલકત્તા પોલીસ કમિશનરે જણાવ્યું કે JCB સંબંધિત જે ઘટના બની છે, તેને નિયંત્રણમાં લઈને કાર્યવાહી કરવામાં આવશે. તે સમયે ત્યાં હાજર રહેલા અને જેમણે કાર્યવાહી નથી કરી એવા પોલીસ અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે. આ અંગે નિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે અને તમામે તેનું પાલન કરવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે એક હત્યા થઈ છે, પરંતુ તે ગેંગવોરનો મામલો છે અને તેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. એક વ્યક્તિની હાલ અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં રાજકીય ગરમાવો: વિજય થલપતિ બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ જશે તો શું?

Back to top button