ટ્રાવેલટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ટ્રેનમાં કન્ફર્મ લોઅર બર્થ જોઈએ? આ ટ્રિક્સ અપનાવો, ક્યારેય મુશ્કેલી નહિ પડે!

Get A Lower Berth On The Train :ટ્રેનમાં લોઅર બર્થ પર બેસીને બહારના નજારા જોતાં સફર કરવું દરેકને ગમે છે. ખાસ કરીને વયોવૃદ્ધ માતા-પિતા અથવા સીનિયર સિટિઝન સાથે મુસાફરી કરનારા લોકો માટે લોઅર બર્થ અત્યંત જરૂરી હોય છે. ઉપરની બર્થ પર ચડવું તેમના માટે મુશ્કેલ બને છે. રેલવે આ માટે વિશેષ વ્યવસ્થા કરે છે, પરંતુ અનેક વખત ટિકિટ મળ્યા પછી પણ મિડલ અથવા અપર બર્થ જ મળે છે, જેનાથી મુસાફરોને તકલીફ પડે છે.

લોઅર બર્થનો નિયમ શું છે?

રેલવેના નિયમ મુજબ, સીનિયર સિટિઝન (પુરુષો માટે 60 વર્ષ અને મહિલાઓ માટે 58 વર્ષથી વધુ) તથા 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને લોઅર બર્થ માટે વિશેષ ક્વોટા છે. આ ક્વોટા સ્લીપરથી લઈને એસી ક્લાસ સુધી અલગ-અલગ હોય છે. સ્લીપર ક્લાસમાં દરેક કોચમાં 6થી 7 લોઅર બર્થ, 3એસીમાં 4થી 5 અને સેકન્ડ એસીમાં 3થી 4 લોવર બર્થ આ ક્વોટા માટે અલગ રાખવામાં આવી છે. સિસ્ટમ હવે આપોઆપ લોઅર બર્થ આપે છે, પરંતુ સાચી રીતે બુકિંગ ન કરવાથી ફાયદો નથી મળતો.

લોઅર બર્થ મેળવવાની સાચી ટ્રિક્સ

  • ટિકિટ બુક કરતી વખતે સીનિયર સિટિઝન અથવા લેડીઝ ક્વોટાનો વિકલ્પ જરૂરથી પસંદ કરો.
  • એક પીએનઆર (એક ટિકિટ) પર માત્ર 1 અથવા મહત્તમ 2 સીનિયર સિટિઝન જ રાખો. 3 કે 4 સીનિયર એકસાથે બુક કરશો તો લોઅર બર્થ મળવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.
  • બુકિંગ વખતે “લોઅર બર્થ પ્રેફરન્સ” અથવા “બુક ઓન્લી ઇફ લોવર બર્થ ઉપલબ્ધ હોય”નો વિકલ્પ પસંદ કરો.
  • જેટલી વહેલી તકે ટિકિટ બુક કરો, કારણ કે ક્વોટા મર્યાદિત છે અને જલદી ભરાઈ જાય છે.
  • ઉંમરની વિગતો સાચી ભરો (પુરુષ 60+, મહિલા 45+). આધાર કાર્ડ જેવા પુરાવા તૈયાર રાખો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ક્યારે નથી મળતો લાભ?

  • જો ટ્રેનમાં લોવર બર્થ પહેલેથી જ ભરાઈ ગઈ હોય.
  • છેલ્લી ઘડીએ ટિકિટ બુક કરવામાં આવે.
  • એક ટિકિટ પર 3થી વધુ સીનિયર સિટિઝન હોય તો.
  • મહિલા અથવા ગર્ભવતી મહિલાઓનો ક્વોટા પહેલેથી ભરાઈ ગયો હોય.

મહત્વની સલાહ લોઅર બર્થ ત્યારે જ મળે છે જ્યારે તે ઉપલબ્ધ હોય. જો ટ્રેન ઊપડ્યા પછી કોઈ લોઅર બર્થ ખાલી થાય તો ટીટીઈ સીનિયર સિટિઝન અથવા જરૂરિયાતવાળા મુસાફરને પ્રાથમિકતા આપીને આપી શકે છે. તેથી ટિકિટ બુક કરતી વખતે વિગતો ખૂબ કાળજીપૂર્વક ભરવી જરૂરી છે.

આ પણ વાંચો : Who is Praful Hinge: 24 વર્ષના ખેલાડીએ IPL ડેબ્યૂ મેચમાં ઈતિહાસ રચી દીધો, પહેલી જ ઓવરમાં 3 વિકેટ લીધી

Back to top button