ટ્રેન્ડિંગનેશનલમીડિયા

FATFના ઉપાધ્યક્ષ બન્યા વિવેક અગ્રવાલ, વૈશ્વિક મંચ પર ભારતની વધી પ્રતિષ્ઠા

Vivek Agarwal becomes FATF Vice Chairman: ભારત માટે ગૌરવની ક્ષણરૂપ એક મહત્વપૂર્ણ ઘટનામાં વૈશ્વિક નાણાકીય ગુનાઓ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ ભારતના વરિષ્ઠ અધિકારી વિવેક અગ્રવાલને વર્ષ 2026-27 માટે ઉપાધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. તેઓ 1 જુલાઈ 2026થી પોતાનો કાર્યભાર સંભાળશે. તેઓ હાલના ઉપાધ્યક્ષ જાઇલ્સ થોમ્સનની જગ્યાએ નિમણૂક પામશે.

વિવેક અગ્રવાલ હાલમાં ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત છે. તેઓ 1994 બેચના IAS અધિકારી છે અને મધ્ય પ્રદેશ કેડર સાથે જોડાયેલા છે. અગાઉ તેઓ FATFમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોતાની નિમણૂક અંગે વિવેક અગ્રવાલે જણાવ્યું કે આ ભારત માટે ગૌરવની બાબત છે અને મની લોન્ડરિંગ તેમજ આતંકવાદી ફંડિંગ સામે ભારતે બનાવેલા મજબૂત તંત્રને વિશ્વસ્તરે માન્યતા મળ્યાનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે નવી જવાબદારી માટે તેઓ ઉત્સાહિત છે.

FATFની પ્લેનરી બેઠક દરમિયાન સભ્ય દેશોએ તેમને ઉપાધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા. ઉપાધ્યક્ષ તરીકે તેઓ FATF અધ્યક્ષ સાથે મળીને સંસ્થાના કાર્યને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

FATFની સ્થાપના વર્ષ 1989માં G-7 દેશોએ કરી હતી. પેરિસ સ્થિત આ સંસ્થા વિશ્વભરમાં મની લોન્ડરિંગ, આતંકવાદી ફંડિંગ અને અન્ય નાણાકીય ગુનાઓ પર નજર રાખે છે. FATF વૈશ્વિક નાણાકીય પ્રણાલીને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નિયમો અને ધોરણો નક્કી કરે છે.

વિશ્વ સ્તરે ભારતની વધતી અસર અને વિશ્વસનીયતાનું આ નિમણૂક મહત્વપૂર્ણ પ્રતિક માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડિંગ સામે પોતાના કાનૂની અને ટેકનિકલ માળખાને મજબૂત બનાવ્યું છે. સાથે જ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ જેવા નવા જોખમોને લઈને FATFની ચર્ચાઓમાં પણ ભારતે સક્રિય ભાગ લીધો છે.

આ પણ વાંચો :   દેશની જનતાને લાગી શકે છે વધુ એક મોટો ઝટકો, અલ નીનોથી દૂધના ભાવ વધી શકે

Back to top button