ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિસનગરમાં 15 વર્ષની દીકરીની 6 નરાધમોએ આબરું લૂંટી, અલગ અલગ જગ્યાએ લઈ જઈ હવસ મિટાવી

વિસનગર, 08 ઓક્ટોબર 2025: વિસનગરમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. વિસનગરની 15 વર્ષની દીકરીની 6 યુવાનોએ આબરું લૂંટી લીધી હતી. આ સગીરાને વિવિધ સ્થળો પર લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ અંગેની વિસનગર સિટી પોલીસે પોક્સો, બળાત્કાર અને અપહરણની ફરિયાદ દાખલ કરીને ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિસનગર પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં છ પૈકી પાંચ યુવાનોની અટકાયત કરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, વિસનગરની સગીર દીકરીને છ યુવાનોએ પોતાની હવસનો શિકાર બનાવી છે. આ નરાધમોએ અલગ અલગ જગ્યાએ સગીરાને લઈ ગયા હતા. પહેલા બે યુવક સગીરાને વિસનગર નજીક લઈ ગયા, જ્યાં તેની પર દુષ્કર્મ કર્યું. જે બાદમાં બીજા બે યુવકો ત્યાં પહોંચીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. આ ઉપરાંત યુવતીને લિફ્ટ આપી ઘરે લઈ જઈને પણ દુષ્કર્મ આચર્યું હતું.
વિસનગર પોલીસને આ અંગેની જાણ થતા થોડા જ કલાકોમાં 6 પૈકી પાંચ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે અન્ય એકને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Back to top button