નેશનલ

રામ નવમી પહેલાં મહારાષ્ટ્રના સંભાજીનગરમાં હિંસક અથડામણ, મોટી સંંખ્યામાં નુકસાન

Text To Speech
  • મહારાષ્ટ્રમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ
  • વાહનોને આગ ચાંપી બોમ્બ વિસ્ફોટ પણ કર્યો 
  • સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મહારાષ્ટ્રમાં બે સમુદાયો વચ્ચે હિંસાની ઘટના સામે આવી છે. જેમાં બે યુવકો વચ્ચે થયેલી સામાન્ય અથડામણમાંથી મામલો ઉગ્ર બન્યો હતો. અને ટોળુ એકઠું થઈ ગયું હતુ અને પથ્થરમારો થયા બાદ બદમાશોએ અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. જેમાં પોલીસ વાહનો પણ સામેલ હતા. ત્યાર બાદ બોમ્બ વિસ્ફોટ પણ કરવામા આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રના સંભાજીનગરના કિરાડપુરામાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. કિરાડપુરા સ્થિત રામ મંદિરની બહાર બપોરે 12.30 કલાકે બે યુવકો વચ્ચે સામાન્ય બાબતમા બબાલ શરુ થઈ હતી. આ જોઈને બંને પક્ષના લોકો અકઠા થવા લાગ્યા અને તેઓ એકબીજા પર હુમલો કરવા લાગ્યા હતા. જેમાં તેઓએ એક બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો અને અહીં ઉભી રાખેલ કારોને આગ ચાંપી દીધી હતી. અને ત્યાર બાદ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં અથડામણ-humdekhengenews

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

આ ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિસ્તારમાં તણાવની સ્થિતી જોઈને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.અને પોલીસે તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

મહારાષ્ટ્રમાં અથડામણ-humdekhengenews

સ્થાનિક સાંસદ અને મુસ્લિમ ધર્મગુરુઓ ઘટના સ્થળે

આ ઘટના બાદ કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓ ઘટના સ્થળે સ્થળ પર પહોંચ્યા હતા. અને લોકોને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમજ સ્થાનિક સાંસદ ઈમ્તિયાઝ જલીલ પોતે ઔરંગાબાદના કિરાડપુરા રામ મંદિર પહોંચ્યા હતા અને તેઓએ આ ઘટના અંગે કહ્યું કે આ ઘટના રામ મંદિરમાં બની  નથી. જે પણ ઘટના બની છે તે રામ મંદિરની બહાર જ બની છે.

આ પણ વાંચો : અમદાવાદમાં 13 કરોડ રૂપિયાથી વધારે સોનાની લૂંટ , રસ્તામાં બસ રોકાવી સોનુ લઇ થયા ફરાર

Back to top button