અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ
વિજય રૂપાણીનું DNA મેચ, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે

અમદાવાદ, ૧૫ જૂન, ૨૦૨૫: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના 70 કલાક વીતી ગયા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયાના હોવાની જાણકારી છે. ટૂંક સમયમાં આ મામલે સત્તાવાર જાહેરાત કરીને તેમના પરિજનોને પાર્થિવ દેહ સોંપવામાં આવી શકે છે. માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર રાજકોટમાં થશે.
12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું.
માહિતી અનુસાર આજે 31 જેટલા ડીએનએ મેચ થયા બાદ 12 જેટલા મૃતદેહો તેમના પરિજનોને સોંપી દેવાયા હતા.












