VIDEO: નમસ્તે સદા વત્સલે માતૃભૂમે: કોંગ્રેસના નાયબ મુખ્યપ્રધાને વિધાનસભામાં RSSની પ્રાર્થના ગાઈ અને મચી રાજકીય ધમાલ

બેંગલુરુ, 22 ઓગસ્ટ, 2025ઃ Congress Deputy Chief Minister sang RSS prayer in the assembly કર્ણાટક સહિત આખા દેશમાં આજે રાજકીય હોબાળો મચી ગયો છે. આ માટે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના નાયબ મુખ્યપ્રધાન ડી.કે. શિવકુમાર જવાબદાર છે.
કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ગુરુવારે વિધાનસભામાં સંબોધન કરતી વખતે આરએસએસની પ્રાર્થના ‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમે’ Namaste Sada Vatsale Matribhume ગાઈ. શિવકુમારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં તેઓ વિધાનસભામાં ઊભા રહીને આ પ્રાર્થના ગાતા જોવા મળે છે. આ વીડિયો ઘણા લોકો માટે આશ્ચર્યજનક છે કારણ કે કોંગ્રેસ પાર્ટી ઐતિહાસિક રીતે આરએસએસનો વિરોધ કરતી રહી છે, જે સત્તાધારી ભાજપની વૈચારિક પાયો તરીકે ઓળખાતી સંસ્થા છે અને તેની જમણેરી રાષ્ટ્રવાદી વિચારધારા માટે જાણીતી છે.
રિલાયન્સ પરિવારના મોભી કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ નેતા શિવકુમારે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તેઓ જન્મજાત કોંગ્રેસી છે અને તે તેમના લોહીમાં છે. પરંતુ એક રાજકીય નેતા તરીકે તેમને તેમના વિરોધીઓ વિશે જાણવું જોઈએ. તેમણે કહ્યું, “હું જન્મજાત કોંગ્રેસી છું અને તે મારા લોહીમાં છે. પરંતુ મેં તમામ રાજકીય પક્ષો પર સંશોધન કર્યું છે. હું તમામ રાજકીય પક્ષો પર મોટું સંશોધન કરી રહ્યો છું. હું જાણું છું કે આરએસએસ કર્ણાટકમાં સંસ્થાઓનું નિર્માણ કેવી રીતે કરે છે.”
VIDEO | Karnataka Deputy CM DK Shivakumar (@DKShivakumar) recited the RSS’ Sangha Prarthana, ‘Namaste Sada Vatsale Matribhume’, while addressing the Assembly yesterday.
(Source: Third party)
(Full VIDEO available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/2CNsemZaq4
— Press Trust of India (@PTI_News) August 22, 2025
અહીં નોંધપાત્ર છે કે, હજુ થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન લાલ કિલ્લા પરથી આરએસએસની પ્રશંસા કરી ત્યારે ડી.કે. શિવકુમારે જ તેનો વિરોધ કર્યો હતો.
જોકે, કર્ણાટક કોંગ્રેસમાં છેલ્લા થોડા સમયથી અસંતોષ છે અને ડી.કે. શિવકુમાર મુખ્યપ્રધાન બનવા માગે છે. આ માટે છેલ્લા બે વર્ષમાં તેઓ બે વખત ઉધામા કરી ચૂક્યા છે અને મામલો દિલ્હી કોંગ્રેસ હાઈકમાન સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ગત ફેબ્રુઆરી 2025માં શિવકુમારે સદ્દગુરુ જગ્ગી દ્વારા આયોજિત મહાશિવરાત્રિના કાર્યક્રમમાં હાજરી આપી ત્યારબાદ શિવકુમારની નારાજગીની ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. એ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. આ કાર્યક્રમમાં શિવકુમારની હાજરીને કારણે કોંગ્રેસ પાર્ટીની અંદર તેમની ભારે ટીકા થઈ હતી. પાર્ટીના કેટલાક સભ્યોએ તેમની જમણેરી વિચારધારા સાથે સંકળાયેલા વ્યક્તિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સાથે તેમની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા.












